તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દુષ્કર્મ આચરનાર તાંત્રિક વેબકેમથી શૂટિંગ કરતો હતો : સગીરાની કેફિયત

દુષ્કર્મ આચરનાર તાંત્રિક વેબકેમથી શૂટિંગ કરતો હતો : સગીરાની કેફિયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકરપુરામાંપાડોશમાં રહેતી સગીરાને વશમાં કરી પોતાની સાથે ભગાડી ગયેલા તાંત્રિકે સગીરાને વિવિધ સ્થળોએ પાંચ મહિના સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યા બાદ ફરાર થયેલા તાંત્રિકને શોધવા માટે પોલીસે ઠેર ઠેર શોધખોળ શવત કરી છે. જોકે હજુ પણ તાંત્રિક પોલીસને મળી આવ્યો નથી. રોજ દુષ્કર્મ આચરતી વખતે તાંત્રિક પોતાના વેબકેમમાં શૂટિંગ કરતો હોવાની કેફિયત પણ સગીરાએ જણાવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. સગીરાને દંતેશ્વરમાં 2 મહિના, તરસાલી અને ડભોઇમાં 1-1 મહિના ગોંધી રખાઇ હોવાનું પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.

મકરપુરામાં રહેતા જ્યોતિષી-તાંત્રિક હિતેશ અંબાલાલ પંડ્યાએ પોતાની પુત્રી જેવી સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી હતી. મકરપુરામાં રહેતી સગીરાને વશમાં કરીને તેને ભગાડી ગયા બાદ પાંચથી સ્થળો પર તેને લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે તેની સાથે દુષ્કર્મ આચરતી વખતે તાંત્રિક પોતાના વેબકેમથી શૂટિંગ કરતો હતો. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે તેને કોઇ દવા પીવડાવી દેવાતી હતી અને ઘેનયુકત અવસ્થામાં દુષ્કર્મ આચરાતું હતું. મકરપુરા પોલીસે તાંત્રિક દંપતી સામે ગુનો દાખલ કરી હિતેશની પત્ની દેવિકાની ધરપકડ કરી હતી

પોલીસે જણાવ્યું હતું કે સગીરાએ હિતેશની પત્નીને પણ પોતાનો વીડિયો બનાવાયો હોવાની ફરિયાદ કરી હતી પણ દેવિકાએ તેની વાત પર દુર્લક્ષ્ય સેવ્યું હતું.

તાંત્રિકને ઝડપી લેવા ઠેર ઠેર દરોડા

મકરપુરાપોલીસે તાંત્રિક હિતેશ પંડયાને ઝડપી લેવા ઠેરઠેર દરોડા પાડ્યા હતા પણ હિતેશ પંડ્યા મળી આવ્યો હતો. પોલીસે ખેડા, આણંદ જિલ્લામાં પણ દરોડા પાડ્યા હતા અને તેના સગાસંબંધીઓને ત્યાં પણ તપાસ કરી હતી. જો કે હિતેશ વિશે નક્કર માહિતી મળી હતી.

સગીરા દંતેશ્વર, તરસાલી અને ડભોઇમાં ગોંધી રખાઇ હતી

પત્નીની હાજરીમાં સગીરા સાથે રોજ દુષ્કર્મ આચરાતું હતું

અન્ય સમાચારો પણ છે...