તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ~52,000ના દારૂ સાથે વડોદરાના બે ઝડપાયા

~52,000ના દારૂ સાથે વડોદરાના બે ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતજિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઉંભેળ નજીકથી બાતમીના આધારે મારૂતી સ્વીફટ કારમાં ~52,090ના દારૂના જથ્થા સાથે બે ઈસમને ઝડપી પાડવામાં આવ્યા હતા.

સુરત જિલ્લા એસઓજીમાં ફરજ બજાવતા હે.કો દિપેશભાઈ તથા સ્ટાફ સાથે શનિવારે રાત્રીના પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે મારૂતી સ્વીફટ કાર નંબર જીજે 6 જેઈ 3962માં દમણથી દારૂ ભરીને વડોદરા જઈ રહી છે.જે બાતમીના આધારે ઉંભેળ ગામ પાસે વોચમાં હતા.દરમ્યાન બાતમી વાળી સ્વીફટ કાર આવતા કારનો ચાલક ઈબ્રાહીમ ઉર્ફે ગનીયો ઘાંચી રહે-રણછોડજી ફળીયુ તરસાલી, વડોદરા તથા નઝીર પઠાણ રહે-અડાસીયા ફળીયુ, તરસાલી વડોદરાની કારમાં તપાસ કરવામાં આવતા ડીકી અને પાછળની સીટ પરથી કુલ 52090 દારૂ પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...