તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પૂજા પાઠ પછી પુત્રી કેમ જન્મી : પરિણિતાને ત્રાસ

પૂજા પાઠ પછી પુત્રી કેમ જન્મી : પરિણિતાને ત્રાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસણારોડ પર રહેતી પરિણીતાએ દીકરીના જન્મ બાદ પતિ અને સાસરિયાંના અમાનુષી ત્રાસથી કંટાળી જઇ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

વાસણા રોડ પર રહેતી પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આઠ વર્ષ પહેલાં તેનાં લગ્ન જયેશ હરિભાઇ ચૌહાણ સાથે થયાં હતાં. તેનો પતિ દુબઇ રહેતો હોવાથી લગ્નના થોડા સમય પછી તે સાસુ સસરા સાથે દુબઇ ગઇ હતી.જોકે ત્યારબાદ તે સગર્ભા થતાં તેને સુરતમાં રહેતાં નણંદના ઘેર મોકલાઇ હતી, જ્યાં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મ બાદ સાસુએ મહેણાંટોણા મારવાનું શરૂ કર્યું હતું અને આટલા પૂજાપાઠ કર્યા છતાં કેમ પુત્રી આવી તેમ જણાવી મહેણાંટોણા માર્યાં હતાં.

વિઝા પૂરા થતાં પરિણીતાને વડોદરા પરત મોકલાઇ હતી અને દીકરીનું એડમિશન વડોદરા થઇ ગયું છે તેમ જણાવ્યું હતું. પિયરમાંથી ફરીથી સાસુ અને સસરા પાસે જતાં તેમણે તારે જીવવું હોય તો તારાં માતાપિતા સાથે કાયમ માટે સંબંધ તોડી નાંખ તેમ જણાવી બોલાચાલી કરી હતી. બે વર્ષથી પિયરમાં રહેતી પરિણીતાએ આખરે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

સાસરિયાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...