તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ~500 1000ની રદ થયેલી નોટો સાથે ~4.80 લાખની મતાની ચોરી

~500-1000ની રદ થયેલી નોટો સાથે ~4.80 લાખની મતાની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજવારોડની સ્વસ્તિક સોસાયટીમાં નિદ્રાધીન વેપારીના ઘરમાં તસ્કરો 9 તોલા સોનાના દાગીના તેમજ વેપારીના બનેવીની ~500-1000ની ~3 લાખની ચલણી નોટ સહિત કુલ ~4.80 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં.

અાજવા રોડ પરિવાર વિદ્યાલય પાછળની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા કેતન જિતેન્દ્રભાઇ નાયક વેપારી છે. શનિવારે રાત્રે 11 વાગ્યાના સુમારે તેઓ ઘરના નીચેના રૂમના મુખ્ય દરવાજાને બંધ કરી પરિવારના સભ્યો સાથે ઉપરના માળે સૂવા ગયા હતાં. દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરે નિશાન બનાવી ઘરના નીચેના દરવાજા તેમજ જાળીએ મારેલા તાળાના નકૂચા તોડી અંદર પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી હાથફેરો કર્યો હતો.

તસ્કરોએ સોનાના 9 તોલા દાગીના તેમજ રોકડા અને બનેવી ભુવનેશભાઇ ભટ્ટની રૂા. 500 અને 1000ની રૂા. 3 લાખની ચલણી નોટ મળી કુલ રૂા. 4.80 લાખની ચોરી થઇ હતી. વેપારીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્કવોર્ડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદથી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્તતાના પગલે વેપારીએ બંધ થઇ ગયેલી રૂા. 500 અને 1000ની બનેવી ભુવનેશ ભટ્ટની નોટ તેના ઘરમાં મૂકવા પાછળનું કારણ શું તે અંગે હજુ પૂછતાછ બાકી હોવાનું પાણીગેટ પોલીસે જણાવ્યું છે.

આજવા રોડ સ્વસ્તિક સોસા.માં વેપારીના મકાનમાં ચોરી

અન્ય સમાચારો પણ છે...