તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુસ્લિમોએ દુશ્મનીનો અભિગમ રાખવો જોઇઅે : કે. રહેમાન ખાન

મુસ્લિમોએ દુશ્મનીનો અભિગમ રાખવો જોઇઅે : કે. રહેમાન ખાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતદેશ, તેનું બંધારણ, તેના લોકો અદ્ભુત છે. પણ આપણે શું કરીએ છીએω સુબ્રમણ્યમ્ આપણને કેમ કહે છે કે અમે તમને બતાવી દઇશુંω આપણે લોકોનો શિકાર કેમ બનીએ છીએω, આપણે દુશ્મનીનો અભિગમ કેમ રાખીએ છીએω તમામ બાબતો વિચારવા જેવી છે. જો તમે નહીં વિચારો તો અલ્લાહ તમને માફ નહીં કરે. . વકફ મિલકતો અંગેના નિયમો, અધિકારો અને તેની સાચવણી અંગે જાગૃત થવાના સેમિનારમાં આવીને ઘરે જઇ ભૂલશો નહીં, પરંતુ મૂવમેન્ટનો ભાગ બનવું પડશે તેમ સેમિનારમાં રાજ્યસભાના સાંસદ અને લઘુમતી બાબતોના મંત્રાલયના પૂર્વ કેબિનેટ મંત્રી કે. રહેમાન ખાને મુસ્લિમ બિરાદરોને સંબોધતાં કહ્યું હતું.

ગાંધી નગરગૃહ ખાતે યુનાઇટેડ ફોરમ, માઇનોરિટી ડેવલપમેન્ટ એન્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકફ અધિનિયમ - 1995 અને વકફ સુધારા અધિનિયમ - 2013 તથા લીઝ રૂલ્સ -2014ના ગુજરાતી ભાષાના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત તમામે વકફ બોર્ડ અંગે વક્તવ્યો આપ્યાં હતાં. ઇકબાલ શેખ, સેન્ટ્રલ વકફ કાઉન્સિલના પૂર્વ સભ્ય ઇકબાલ શેખે જણાવ્યું હતું કે વકફના 2013ના નવા એમેન્ડમેન્ટ પ્રમાણે કોઇપણ વ્યક્તિ વકફની પ્રોપર્ટી વેચી કે ટ્રાન્સફર અથવા ગિફ્ટ કરી શકે નહીં.

લઘુમતી બાબતોના મંત્રાલયના પૂર્વ કેબિનેટ મંત્રીએ સંબોધન કર્યું

વકફની પ્રોપર્ટીની જાળવણીની જાગૃતતા કેળવવા સેમિનાર

અન્ય સમાચારો પણ છે...