તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઠંડીમાં આંશીક ઘટાડો, પારો વધીને 14.3 ડીગ્રી નોંધાયો

ઠંડીમાં આંશીક ઘટાડો, પારો વધીને 14.3 ડીગ્રી નોંધાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંશનિવારના રોજ લઘુતમ તાપમાન 12.6 ડિગ્રી નોંધાયા બાદ બે ડિગ્રીમાં વધારો જોવા મળતાં ઠંડીનું જોર ઘટ્યું હતું. ઉત્તર-પૂર્વ દિશામાંથી પ્રતિકલાકના 9 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાયાે હતાે તેમ છતાં લઘુતમ તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું હતું.

ગઇકાલે પારો ગગડીને 12.6 ડિગ્રી થયો હતો જેના પગલે ગરમ વસ્ત્રોનો આશરો લેવાની ફરજ પડી હતી. શનિવારે વર્તાયેલી ઠંડી ચાલુ મોસમની સૌથી વધુ હોવાનું નોંધાયું હતું. આજે રવિવારે પણ લઘુતમ તાપમાન 14.3 ડિગ્રી રહ્યું હતું. શુક્રવારે સવારે પુન: ઠંડીનું પ્રમાણ વધી જતાં લઘુતમ તાપમાન 1.2 ડિગ્રી ગગડીને 13 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે શુક્રવારે રાત્રિથી શનિવારે સવાર સુધીના સમયગાળામાં શહેરમાં ઠંડીનો ચમકારો અસહ્ય બનતાં લઘુતમ તાપમાન ગગડીને 12.6 ડિગ્રી થયું હતું. વહેલી સવારે અનુભવાયેલી ફૂલગુલાબી ઠંડીથી બગીચા અને માર્ગો પર મોર્નિંગ વોકર્સની સંખ્યામાં વધારો થયેલો જોવા મળ્યો હતો. આજે મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું હતું.

ગરમીનો પારો 33.5 ડીગ્રી થયો

અન્ય સમાચારો પણ છે...