તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કમાટીબાગ ઝૂનાં પાંજરા સહિતની ડીઝાઇન બદલાશે

કમાટીબાગ ઝૂનાં પાંજરા સહિતની ડીઝાઇન બદલાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીમંતમહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ની ભેટ સમા 137 વર્ષ જૂના પ્રાણી સંગ્રહાલયની ડિઝાઇનની કાયાકલ્પ કરવાની દિશામાં સેવાસદને કવાયત આદરી છે. કામગીરી માટે સેવાસદને કન્સલ્ટન્ટ નિમવા માટે ઓફર મંગાવી છે અને કન્સલ્ટન્ટ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવવા સહિતની જવાબદારી નિભાવશે.

આધુનિક વડોદરાના સ્વપ્નદ્રષ્ટા કૈ.શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે તા.8 જાન્યુઆરી,1879ના રોજ હાલના ઝૂનું લોકાર્પણ કર્યું હતું. કમાટીબાગમાં આવેલા ઝૂમાં હાલમાં વિવિધ 89 પ્રજાતિનાં કુલ 874 પ્રાણીનો સમાવેશ કરવામાં અાવેલો છે. વિશ્વામિત્રી નદીના કિનારે સાનુકૂળ નૈસર્ગિક વાતાવરણમાં આવેલા ઝૂની દર વર્ષે 20 લાખ મુલાકાતીઓ મુલાકાત લે છે.

1992માં સેન્ટ્રલ ઝૂ ઓથિરિટીની રચના કરવામાં આવી હતી અને તેના આધારે વડોદરાના ઝૂને મીડિયમ સાઇઝ તરીકે રેન્કિંગ આપવામાં આવેલું છે. 45 એકરમાં પથરાયેલા ઝૂમાં પક્ષી,પશુ,પ્રાણીઓને વર્ષોજૂનાં પીંજરાંમાં રખાયા છે. પિંજરાંની ડિઝાઇન હવે બદલવાની તાતી જરૂરિયાત દર્શાવવામાં આવેલી છે. ખાસ કરીને, સહેલાણીઓને પશુપંખીઓ સરળતાથી નિહાળી શકવાની સવલતની સાથોસાથ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નીતિનિયમોનું પાલન કરવામાં સરળતા રહે તે માટે સેવાસદને પ્રથમ વખત ઝૂના રિડેવલપમેન્ટની દિશામાં પગલું ભર્યું છે. સયાજીબાગ ઝૂના રિડેવલપમેન્ટ માટે આર્કિટેક્ચરલ કન્સલ્ન્ટસી સર્વિસ પૂરી પાડતા કન્સલ્ટન્ટ પાસે સેવાસદને ઓફર મંગાવી છે. જેથી, રસ ધરાવતી એજન્સીએ તા.5 ડિસેમ્બર સુધીમાં ઓફર મંગાવી છે.જેને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવવા સહિતની કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવશે. કન્સલ્ટન્ટે પશુ- પ્રાણીઓનાં પિંજરાની નવી ડિઝાઇન બનાવવાની સાથે સહેલાણીઓને ધ્યાનમાં રાખી બેઠક વ્યવસ્થા, વીજ-પાણીની વ્યવસ્થા સહિતની સવલતો પર ભાર મૂકવો પડશે.

ફેકટ ફાઇલ

1879ઝૂનીસ્થાપના

45એકરઝૂનું ક્ષેત્રફળ

19સસ્તનપ્રાણીની સંખ્યા

75પ્રકારનાંપક્ષીઓ

101પ્રકારનાસરીસૃપ પ્રાણી

ઝૂમાં 56 ટકા જગાઓ ભરતીની વાટ જુવે છે

દરવર્ષે 20 લાખ સહેલાણીઓ કમાટીબાગ ઝૂની મુલાકાત લે છે. ઝૂનો વહીવટ કરવા માટે ઝૂ ક્યુરેટરથી માંડીને ચોથા વર્ગના કર્મચારીઓની કુલ 100ની સંખ્યાનું મહેકમ મંજૂર કરવામાં આવેલું છે.જેમાં, હાલમાં 44 કર્મચારીઓથી કામ લેવામાં આવી રહ્યું છે અને 56 જગા પર ભરતીની વાટ જોવામાં આવી રહી છે.

સહેલાણીઓ પશુપંખીઓ સરળતાથી નિહાળી શકે તે માટે સેન્ટ્રલ ઝૂના નિયમો મુજબ રિડેવલપમેન્ટ થશે

રિ-ડેવલપમેન્ટનો ફાયદો શું?

} પશુપ્રાણીપંખીઓને રહેવા માટે સરળતા રહે તે રીતે પાંજરાની ડિઝાઇન બનાવાશે

} ઝૂનું એન્ટરન્સ એકદમ આકર્ષક બનાવાશે

} સહેલાણીઓના ચાલવા માટે અલાયદો પથ બનશે

} વિઝિટર ગેલેરીની ડિઝાઇન તૈયાર કરાશે

} વીજળી, પાણી,ડ્રેનેજ માટે અલાયદી ડિઝાઇન

} ટ્રી પ્લાન્ટેશન કરી નૈસર્ગિક વાતાવરણ ઊભું કરાશે

કન્સલ્ટન્ટ પાસેથી ઓફર મંગાવવાની કાર્યવાહી

^137 વર્ષ જૂના ઝૂના રિડેવલપમેન્ટ માટે કન્સલ્ટન્ટ પાસે ઓફર મંગાવી છે. પાંજરાની નવી ડિઝાઇન સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમ મુજબ બનાવવા મંજૂરી મેળવવા સહિતની જવાબદારી અદા કરવાની રહેશે. હાલમાં ઝૂમાં પશુપંખીઓ માટે પૂરતી વ્યવસ્થા છે પણ નિયમ મુજબ ડિઝાઇન તૈયાર કરવા કન્સલ્ટન્ટ પાસેથી ઓફર મંગાવી છે. > ડો.સી.બી.પટેલ, ઝૂકયુરેટર, સેવાસદન

અન્ય સમાચારો પણ છે...