તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વીમા માટે 10 થી 15 બેડ ધરાવતી હોસ્પિટલ જરૂરીની માન્યતા ખોટી

વીમા માટે 10 થી 15 બેડ ધરાવતી હોસ્પિટલ જરૂરીની માન્યતા ખોટી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેડ્કલેઇમમાટે વીમા કંપની દ્વારા જાહેર કરાયેલા આદેશોનું કેટલાક તબીબો દ્વારા ખોટું અર્થઘટન કરી મોટી હોસ્પિટલોને ફાયદો કરાવવાનો કારસો કરાઇ રહ્યો હોવાનો ઘટસ્ફોટ શહેરમૈ કન્ઝયુમર જેયુર્સ્ટ ડો. અશોક મહેતાએ કર્યો હતો. વીમા માટે 10 થી 15 બેડ જરૂરીની માન્યતા ખોટી છે તેમજ વીમાધારકને અપાતી ખોટી જાણકારી સામે પણ દંડનીય કાર્યવાહી થઇ શકે છે.

મેડિ્કલેઇમ વીમાધારકો અને તબીબોમાં રહેલી ગેરસમજ અંગે શહેરના વરિષ્ઠ તબીબ અને કન્ઝયુમર જ્યુરિસ્ટ ડો. અશોક મહેતાએ જણાવ્યું હતું કે, મેડિકલેઇમ વીમાના દાવા માટે 10 કે 15 બેડની હોસ્પિટલ હોવી જરૂરી નથી. અંગે થતું અર્થઘટન, ગેરસમજ અને દુષ્પ્રચાર દૂર કરવો જરૂરી છે. મેડિકલેઇમ હેઠળ સારવાર માટે કોઇપણ હોસ્પિટલ કે ક્લિનિક માન્ય છે. જે લોકલ અોથોરીટિ એટલે કે બોમ્બે નર્સિગ હોમ કે ગુજરાત નર્સિંગ હોમ અથવા ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ હેઠળ રજિસ્ટર્ડ-માન્ય હોય. સાથે 10 લાખથી ઓછી વસતી ધરાવતા શહેર કે ગામમાં 10 બેડ અને બાકીમાં 15 બેડ તેમજ માન્ય તબીબના સુપરવિઝનમાં હોસ્પિટલ સેવાઓ હોય.

વડોદરા કે ગુજરાતમાં હાલ બોમ્બે કે ગુજરાત નર્સિગ હોમ એકટ લાગુ પડતો હોય જેથી 10 કે 15 બેડની શરત લાગુ પડતી નથી. સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટના આદેશો મુજબ હોસ્પિટલ, ક્લિનિકને ગુમાસ્તાધારો પણ લાગુ પડતો નથી. તેથી કોર્પોરેશન દ્વારા અપાતા ગુમાસ્તા ધારા હેઠળના રજિસ્ટ્રેશનની વીમા કંપની દ્વારા કરાતી માંગણી પણ ખોટી છે. ઘણી સારવાર માટે 24 કલાક દાખલ રહેવાની પણ જરૂર નથી. વીમા માટે ડે કેર સારવાર માન્ય છે. વીમા કંપની અને ટીપીએ પણ જાતના ખોટાં અર્થઘટન ફેલાવી તબીબો તેમજ વીમાધારકોને હેરાન કરવા જોઇએ નહિ.

અન્ય સમાચારો પણ છે...