તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વકીલ મંડળના પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારોએ ઝંપલાવ્યું

વકીલ મંડળના પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારોએ ઝંપલાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંવિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ કોર્ટ સંકુલમાં પણ વકીલ મંડળની ચૂંટણીના કારણે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તા.22 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ પ્રમુખ પદ માટે ત્રણ, ઉપપ્રમુખ પદ માટે ચાર, જનરલ સેક્રેટરી માટે પાંચ, જોઇન્ટ સેક્રેટરી માટે ચાર અને લાઇબ્રેરી સેક્રેટરી માટે ચાર ઉમેદવારોએ તેમનાં ઉમેદવારી પત્રો ભર્યાં હતાં.

જ્યારે મેનેજિંગ કમિટીની દસ બેઠક માટે 28 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યાં છે.જ્યારે મહિલા રિઝર્વની બે બેઠક માટે આઠ મહિલા એડવોકેટે ફોર્મ ભર્યાં છે. પ્રમુખ પદમાં વર્તમાન પ્રમુખ નલિન પટેલ પાંચમી વખત પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી રહ્યા છે, જ્યારે બાર એસો.ના સેક્રેટરી નેહલ સુતરિયાએ વખતે પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ચૂંટણી અધિકારી દ્વારકેશ હરિભક્તિ અને સાજીદ ગજીયાવાલાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ગાઇડ લાઇન પ્રમાણે તા.22 ડિસેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં તમામ બારની ચૂંટણી યોજાશે અને તેના ભાગ રૂપે વડોદરા વકીલ મંડળની પણ યોજાશે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને ફોર્મ પરત ખેંચવાની તારીખ 4 ડિસેમ્બર છે. ઉમેદવારોનું આખરી લિસ્ટ તા.5 ડિસેમ્બરે અને ફાઇનલ વોટલિસ્ટ તા.8 ડિસેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે.

4 ડિસેમ્બર ફોર્મ પરત ખેંચવાની મુદત બાદ ચિત્ર સ્પષ્ટ થશે

22 ડિસેમ્બરે યોજનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ

અન્ય સમાચારો પણ છે...