તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • VSEના ડીપી ધારકોનાં ઓફિસ એડ્રેસ બદલાશે

VSEના ડીપી ધારકોનાં ઓફિસ એડ્રેસ બદલાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી ઓફિસમાં એકાઉન્ટ્સ મેન્ટેન કરાશે

એકાઉન્ટ્સ ટ્રાન્સફર કરવાની કવાયત શરૂ

વડોદરાસ્ટોક સર્વિસીસ લિમિટેડની પેટા કંપની વીએસઇ સ્ટોક સર્વિસીસ લિમિટેડના 85 હજાર ડીપી ધારકો માટે નવી તૈયાર થયેલી ઓફિસમાં ડીપી એકાઉન્ટ્સ ટ્રાન્સફર કરવાની કવાયત હાથ ધરાઇ છે. આગામી 6ઠ્ઠી ડિસેમ્બરના વીએસઇના સ્થાપના દિવસથી ડીપી ઓફિસ નવા સરનામે કાર્યરત થઇ જશે. જોકે હાલમાં વીએસઇ બોર્ડે વીએસઇ સ્ટોક સર્વિસીસ લિમિટેડની ઓફિસનું સ્થળ ત્રીજા માળેથી બીજા માળે લઇ જવા માટે સીડીએસએલને પત્ર લખીને પરવાનગી માંગી છે.

વીએસઇ બોર્ડ દ્વારા ડીપી ધારકો, રોકાણકારો અને બ્રોકરોનો બિઝનેસ વધે તે માટે સુવિધાઓ સુધારવાની સાથે ઇન્ફ્રાસ્ટ્રકચરને અપડેટ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં હાલમાં વીએસઇની પેટા કંપની વીએસઇ સ્ટોક સર્વિસીસ લિમિટેડની ઓફિસ ત્રીજા માળે છે, જ્યાં 85 હજાર ડીપી ધારકોને સેવા અપાય છે. હવે ઓફિસને નવા ઇન્ફ્રાસ્ટ્રકચર ને રંગરોગાનથી તૈયાર કરેલી ડીપી ઓફિસને બીજા માળ પર ફેરવવાની તૈયારીઓ હાથ ધરાઇ છે. 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ વીએસઇનો સ્થાપના દિવસ હોઇ તે દિવસે શેર ટ્રાન્ઝેકશન શરૂ કરી દેવાશે. હાલમાં વીએસઇ બોર્ડે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ (સીડીએસએલ)ને પત્ર લખીને એડ્રેસ બદલવાના સંદર્ભમાં પરવાનગી માંગી છે. વીએસઇનાં ચેરપર્સન શ્રીમતી સોનલ પરીખે જણાવ્યું હતું કે, ત્રીજા માળેથી ઓફિસ ખસેડીને બીજા માળે લઇને આવ્યાં છીએ.

અન્ય સમાચારો પણ છે...