• Gujarati News
  • કચરો નહીં હટાવનાર દુકાનદારને મ્યુ. કમિશનર એચ.એસ.પટેલે લાફો માર્યો

કચરો નહીં હટાવનાર દુકાનદારને મ્યુ. કમિશનર એચ.એસ.પટેલે લાફો માર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનામુખ્યમાર્ગો પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સેવાસદન દ્વારા આકરી ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત સોમવારે નિઝામપુરા વિસ્તારમાં રાઉન્ડમાં નીકળેલા મ્યુ.કમિશનર એચ.એસ.પટેલે દુકાનની બહાર પડેલો કચરો ઉપાડવાનું દુકાનદારને કહ્યા પછી પણ તેને કચરો નહી હટાવતાં મ્યુ.કમિશનરે દુકાનદારને લાફો ઝીંકી દેતાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી.

મ્યુ.કમિશનર એચ.એસ.પટેલ શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક મુલાકાત લઇને સ્વચ્છતા બાબતે નિરીક્ષણ કરે છે. અગાઉ તેમણે નવા બજાર-ચાર દરવાજા વિસ્તારોમાં કચરો દૂર કરવા માટે દુકાનદારોને ફરજ પાડી હતી. સ્વચ્છતા કામગીરીના નિરીક્ષણ અંતર્ગત તેઓ નિઝામપુરા વિસ્તારમાં રાઉન્ડમાં નીકળ્યા હતા. દરમિયાન બેકરીની દુકાનની બહાર કચરો પડ્યો હોવાનું જોવા મળતાં દુકાનદારને કચરો ઉપાડી લેવા જણાવ્યું હતું. વેળા રકઝક-બોલાચાલી થતાં મ્યુ.કમિશનરે દુકાનદારને લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ તેઓ ઘટના સ્થળેથી રવાના થઇ ગયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળાં એકત્ર થતાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી.