• Gujarati News
  • National
  • હવે વડોદરામાં પણ પાટીદાર અનામત અાંદોલન ભડકશે

હવે વડોદરામાં પણ પાટીદાર અનામત અાંદોલન ભડકશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદારોના આંદોલનથી સરકાર કે

ભાજપને ફરક નહીં પડે : નીતિન પટેલ

ઉત્તરગુજરાતમાં હિંસક બનેલા પાટીદાર અનામત આંદોલને રાજ્ય સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. રાજ્ય સરકાર આંદોલનને ડામી દેવા કોઇ નક્કર પગલાં ભરે તે પહેલાં પાટીદાર અનામત આંદોલનની આગ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પ્રસરી રહી છે. જે અંતર્ગત વડોદરા શહેર-જિલ્લામાં પણ પાટીદાર અનામત આંદોલન માટેની તૈયારીઓ થતાં આગામી દિવસોમાં શહેરમાં પણ આંદોલનની આગ ભડકશે તે નિશ્ચિત બન્યું છે.

રાજ્યમાં સંભવત: ઓક્ટોબર મહિનામાં કોર્પોરેશન અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે તે પહેલાં પાટીદાર અનામતનો નવો મુદ્દો સપાટી પર આવતાં રાજ્યની ભાજપ સરકાર હચમચી ઉઠી છે. ગત સપ્તાહ પાટીદાર અનામત આંદોલન ઉત્તર ગુજરાતના વીસનગરમાં હિંસક બનતાં સરકારના મંત્રીઓ આંદોલનની આગને ઠારવા માટે દોડધામ કરતા થઇ ગયા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજ્યમાં અચાનક પાટીદાર અનામતની માગણી સાથે આંદોલન થતાં સરકાર રઘવાઇ બની ગઇ છે. જેના પગલે હજુ સુધી આંદોલનને ડામી દેવાના પગલાં લેવાંને બદલે સરકાર હજુ સુધી બેઠકો કરી રહી છે. જેથી પાટીદાર અનામત આંદોલન રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ પહોંચ્યું છે.

વીસનગરની ઘટના પછી વડોદરા જિલ્લામાં પણ પાટીદાર અનામત આંદોલન શરૂ કરવા સ્થાનિક આગેવાનોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં એડવોકેટ પરેશ પટેલની આગેવાની હેઠળ ટીમ બનાવી ગામેગામે આંદોલનને લઇ જવાનું નક્કી કરાયું હતું. જેના ભાગરૂપે વડોદરા શહેરમાં તેમજ જિલ્લાના 150 થી વધુ ગામોમાં પાટીદાર અનામત આંદોલન અંગે સંપર્ક કરાયો છે.

વડોદરાના આગેવાનોએ દાવો કર્યો હતો કે, પાટીદાર અનામતના મુદ્દે પાટીદાર સમાજના 7,000 થી વધુ લોકોનો સંપર્ક કરી તેમણે કાર્યક્રમમાં જોડવામાં આવ્યા છે.

આગેવાન એડવોકેટ પરેશ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન અંગે આગામી સપ્તાહમાં શહેર-જિલ્લાના આગેવાનોની બેઠક વડોદરામાં યોજાશે. બેઠકમાં વડોદરામાં રેલી સહિતના ઉગ્ર કાર્યક્રમો યોજવા માટેનું આયોજન કરાશે.

પટેલ સમાજની અનામતની માગણી અંગેની રજૂઆતો પદ્ધતિસરની નથી

રાજપીપળા આવેલા માર્ગ મકાન મંત્રીની સાફ વાત : આંદોલન યોગ્ય નથી

વડોદરામાં આંદોલનનો ક્યો વ્યૂહ?

ગામેગામ પ્રચારની વ્યૂહરચના ઘડાશે

વડોદરામાં રણનીતિ અલગ રહેશે

{ જિલ્લાના ગામોમાં આંદોલન માટે બેઠક કરાશે

{ આંદોલન માટે ગામેગામ આગેવાનો નક્કી કરાશે

{ આંદોલનના ભાગરૂપે વડોદરામાં રેલી અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો યોજાશે

{ પાટીદાર સમાજના તમામ જૂથોને આંદોલનમાં જોડવા આગેવાનો સાથે બેઠક કરાશે

{ તા.13 અને 25 ઓગસ્ટે ગાંધીનગર અને અમદાવાદના કાર્યક્રમો સફળ બનાવવા ગામેગામ બેઠક કરાશે.

પાટીદાર અનામત આંદોલન હવે વડોદરામાં પણ શરૂ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. આંદોલનના કાર્યક્રમોનું આયોજન કરવા વડોદરામાં બેઠક મળશે. બેઠકમાં નક્કી થનાર એજન્ડા મુજબ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત આંદોલન માટે ગામેગામ પ્રચાર કરવાની વ્યૂહરચના ઘડવામાં આવે તેવી શક્યતા છે.

^ આંદોલનના આયોજન માટે વડોદરામાં આગામી સપ્તાહની બેઠકમાં એજન્ડા નક્કી કરાશે. આંદોલન અંગેની અલગ રણનીતિ ઘડાશે. > પરેશપટેલ, એડવોકેટ-અગ્રણી પાટીદાર અનામત આંદોલન

આગામી સપ્તાહમાં શહેર-જિલ્લાના આગેવાનોની વડોદરામાં યોજાનારી બેઠકમાં રેલી સહિતના કાર્યક્રમોની જાહેરાત કરાશે

આંદોલનની આગ| સરકારની ઊંઘ ઉડાડી દેતું વિસનગરથી શરૂ થયેલું આંદોલન વડોદરા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પહોંચ્યું

વડોદરાની ટીમમાં સામેલ આગેવાનો

} પરેશ પટેલ, એડવોકેટ

} મનીષ પટેલ, એડવોકેટ

} અનિતા પટેલ, એડવોકેટ-મહિલા સેલ

} જય પટેલ, મ.સ.યુનિવર્સિટી વિંગ

} શૈલેષ પટેલ(કરજણ), ખેડૂત સેલ

} હિતેશ પટેલ, એડવોકેટ

} જયેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...