• Gujarati News
  • ટાટા મેજીક આઇરીસ CNG 4 પૈંડાવાળી ઓટો રીક્ષા વડોદરામાં

ટાટા મેજીક આઇરીસ CNG 4 પૈંડાવાળી ઓટો રીક્ષા વડોદરામાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટાટા મેજીક આઇરીસ CNG 4 પૈંડાવાળી ઓટો રીક્ષા વડોદરામાં

વડોદરા. ટાટામેજીક આઇરીસ સીએનજી દ્વારા વડોદરામાં ચાર પૈંડાવાળી ઓટોરીક્ષાઓ ગ્રાહકોને પૂરી પાડવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વાહનો આપવાના યોજાયેલ કાર્યક્રમમાં દેના બેંકના ઝોનલ મેનેજર પી. શ્રીનીવાસન, એ.આર.ટી.ઓ. વી.ડી. જેઠવા અને આઇએમવીયુ.એસ. કારેલીયા ઉપસ્થિત રહ્યા હતા. પરીવહન કમિશ્નરની કચેરી દ્વારા ચાર પૈંડાવાળી ટાટા મેજીક આઇરીસ સીએનજીને માન્ય રાખવામાં આવી છે. અને ગુજરાતમાં તેની નોંધણી ઓટોરીક્ષા તરીકે કરવામાં આવશે. ગુજરાતની પ્રથમ ચાર પૈંડાવાળી ઓટોરીક્ષા છે જેમાં ભાડાનો દર ત્રણ પૈંડાવાળી ઓટોરીક્ષા જેટલો રહેશે. જે રાજયમાં થ્રી વ્હીલર સીએનજી ઓટોરીક્ષાને લાગુ પડે છે. દેના બેંક દ્વારા હાલમાં સ્પેશીયલ વ્હીકલ કાર્નીવલનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જાણકારી આપતાં દેના બેંકના જનરલ મેનેજર પી. શ્રીનીવાસને જણાવ્યું હતું કે તેના હેઠળ ખરીદદારો ટાટા મેજીક આઇરીસ સીએનજી ઓટોરીક્ષા ખરીદવા માટે 31મી ઓગષ્ટ સુધી િધરાણ સુિવધાનો લાભ લઇ શકે છે. ટાટા મેજીક આઇરીસ ટાટા મોટર્સ દ્વારા પ્રસ્તુ અદ્યતન પ્રવાસી વાહન છે.