કોમી એખલાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૌરીવ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે શહેરના હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી 250 જેટલી બાળાઓને કમાટીબાગ ખાતે એકત્રિરીત કરી ડ્રાયફૂટ્સનાં પેકેટ આપવામાં આવ્યાં હતાં. ગૌરી વ્રતના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરની આર એન્ડ કે પંડ્યા સ્કૂલની 50 મુસ્લિમ છોકરીઓએ હિન્દુ બાળાઓને મહેંદી મૂકીને ગૌરી વ્રતની ઉજવણીની શુભેચ્છા પાઠવી હતી.

હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટનાં નિશિતા રાજપૂત અને ગુલાબ રાજપુત દ્વારા ગૌરી વ્રત નિમિત્તે દર વર્ષની જેમ વર્ષે પણ બાળાઓને ડ્રાયફૂટ્સનાં પેકેટ આપવામાં આવ્યાં હતાં. પ્રત્યેક છોકરીને 1 કિલો 400 ગ્રામ સૂકા મેવાનાં પેકેટમાં 15 જેટલી સૂકા મેવાની આઇટેમ આપવામાં આવી હતી. ઉપરાંત શહેરની આર એન્ડ કે પંડ્યા સ્કૂલની 50 જેટલી મુસ્લિમ છોકરીઓએ ગૌરી વ્રત નિમિત્તે હિન્દુ બાળાઓને મહેંદી મૂકી આપી હતી અને ગૌરી વ્રતની શુભેચ્છા પાઠવી હતી. જેથી અનોખી કોમી એકતાનાં દર્શન થયાં હતાં. ઉપરાંત પ્રત્યેક છોકરી અને તેની માતાને કમાટીબાગની જોય ટ્રેનની પણ સફર કરાવામાં આવી હતી.

મુસ્લિમ બાળાઓએ કુંવારિકાઓને મહેંદી મૂકી આપી હતી.

મુસ્લિમ છાત્રાઓએ વ્રતની શુભેચ્છા પાઠવી

બાળાઓને ફરાળ અપાશે

શહેરના માંજલપુર યુવા સંગઠન અને કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે મંગળવારથી ગૌરી વ્રત પૂર્ણ થાય ત્યાં સુધી નારી સંરક્ષણ ગૃહમાં રહેતી 20 છોકરીઓને નાગરવેલનું પાન સહિત પૂજાપો આપવામાં આવશે. ઉપરાંત રોજ શ્રીખંડ અને વેફર સહિત ફરાળ પણ આપવામાં આવશે તેમ ટ્રસ્ટના મૂકેશ રાજપૂતે જણાવ્યું હતું.

ગૌરી વ્રત નિમિત્તે મુસ્લિમ બાળાઓએ મહેંદી મૂકી આપી

અન્ય સમાચારો પણ છે...