• Gujarati News
  • અાતંકવાદી હુમલાના પગલે શહેરમાં હાઇ એલર્ટ

અાતંકવાદી હુમલાના પગલે શહેરમાં હાઇ એલર્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંજાબનાગુરદાસપુરમાં આતંકવાદી હુમલાના પગલે દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશભરમાં જાહેર કરાયેલાં હાઇ એલર્ટને પગલે શહેર પોલીસ તંત્ર દ્વારા પણ તકેદારીના પગલાં ભરવામાં આવ્યાં છે.

આંતકવાદી ગતિવિધિ ઉપર નજદીકની નજર રાખવા માટે તમામ ઉપરી અિધકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. સાથોસાથ વડોદરા રેલવે પોલીસે ટ્રેનોમાં ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરતા રેલવે સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. રેલલે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલાં ચેિંકગના પરિણામે મુસાફરોમાં ભારે ગભરાટની લાગણી જોવા મળી હતી. શહેરનું રેલવે સ્ટેશન જાણે પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. લાંબા અંતરની ટ્રેનો સહિત કુલ 16 જેટલી ટ્રેનોમાં મુસાફરો, સામાન સહિતનું ચેકિંગ કરાયું હતું. ઉપરાંત પાર્કિંગ સ્ટેન્ડોમાં પણ સઘન ચેકીંગ કર્યું હતું. અલબત્ત, પોલીસેને કોઇ સંદિગ્ધ ચીજવસ્તુ મળી આવી નથી. પંજાબમાં આતંકવાદી હુમલાના પગલે રેલવે પોલીસ એલર્ટ થઇ ગઇ હતી. રેલવે એસપી રાજેન્દ્ર ચૂડાસમાની સૂચનાથી રેલવે પીઆઇ કે.ડી. રાઠોડ, એલસીબી અને એસઓજીના સહિતનો સ્ટાફ, બોંબ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધરાયું હતું. સવારથી રેલવે સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. ચેકિંગમાં કોઇ પણ શંકાસ્પદ ચીજવસ્તુ નહિ મળી હોવાનું રેલવે પીઆઇ કે.ડી.રાઠોડે જણાવ્યું હતું.

રેલવે પોલીસ દ્વારા હાઈએલર્ટના પગલે ચેકિંગ.

શહેરનાં તમામ પોલીસ સ્ટેશન્સ એલર્ટ પર : ચુસ્ત ચેકિંગ કરાશે

પંજાબમાં આતંકવાદી હુમલાના પગલે શહેર પોલીસને પણ હાઇએલર્ટ કરી દેવામાં આવી છે. શહેરનાં તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને ઘનિષ્ઠ વાહન ચેકિંગની સૂચના આપી દેવામાં આવી છે. પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતા શખ્સો પર વોચ ગોઠવી છે. ઉપરાંત અગાઉ સીમી સાથે જોડાયેલા શખ્સોની તમામ હિલચાલ પર પણ પોલીસ નજર રાખી રહી છે. પોલીસ કમિશનર ઇ.રાધાકૃષ્ણાએ જણાવ્યું હતું કે દરેક પોલીસ સ્ટેશનને એલર્ટ રહેવાની, વોચ રાખવાની તેમજ ચેકિંગ કરવાની સૂચના આપી છે.

પંજાબમાં થયેલા હુમલાના પગલે ટ્રેનોમાં ઘનિષ્ઠ ચેકિંગ