• Gujarati News
  • ટ્રેલરે 3 વાહનો અડફેટે લીધાં : િરક્ષાચાલકનંુ મોત

ટ્રેલરે 3 વાહનો અડફેટે લીધાં : િરક્ષાચાલકનંુ મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેગંજશાસ્ત્રી બ્રિજ નીચે સોમવારે રાત્રે ટ્રેલરના ચાલકે આગળ જતી 2 રિક્ષા અનેે પાર્ક કરેલી બાઇકને અડફેટે લેતા દોડધામ થઇ ગઇ હતી. એક રિક્ષાને 10-15 ફૂટ જેટલી ઘસડી ટ્રેલર પીલરમાં અથડાતા રિક્ષાનો કચ્ચરઘાણ થતાં રિક્ષા ચાલક ચગદાઇ જતાં ઘટના સ્થળે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે 2ને ઇજા થઇ હતી.

નવાયાર્ડના રિક્ષાચાલક અસગરઅલી પઠાણ તેમની પત્ની અને ભત્રીજીને રિક્ષામાં બેસાડી સંજીવની હોસ્પિટલમાં જઇ રહ્યા હતા ત્યારે નવાયાર્ડ તરફથી કન્ટેનર લઇ રેલવે યાર્ડમાં જઇ રહેલા ટ્રેલરના ચાલકે ટક્કર મારી અન્ય રિક્ષાને પણ અડફેટેમાં લીધી હતી. એટલું નહિ રસ્તાની સાઇડ પર પાર્ક કરેલી બાઇકને પણ ફંગોળી ટ્રેલર બ્રિજના પીલરમાં ધડાકાભેર અથડાયું હતું. ટ્રેલર અને પીલરની વચ્ચે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રિક્ષા ચાલક ઇદ્રીશ યુસુફ વ્હોરા (મનસુરી) રહે. માલિયા ફળિયુ મહેમદાવાદ તેની વચ્ચે ચગદાઇ ગયો હતો જ્યારે રિક્ષામાં સવાર બે મુસાફરોને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે પૈકી તાંદલજાના ઇમ્તીયાઝખાન હુસૈન બાદશાહની હાલત ગંભીર જણાતાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યારે અન્ય એકને સાધારણ ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

શાસ્ત્રી બ્રિજ નીચે ટ્રેલરના ચાલકે િરક્ષાને અડફેટમાં લેતાં અેકનું મોત થયું હતું.

બીજી િરક્ષાને સામાન્ય નુકસાન

^હું મારી પત્ની અને ભત્રીજીને રિક્ષામાં દવાખાને લઇ જતો હતો ત્યારે નવાયાર્ડથી રેલવે યાર્ડ તરફ જતા ટ્રેલરના ચાલકે મારી રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. મારી રિક્ષાને નુકસાન થયું હતુ જોકે અમને કોઇને ઇજા થઇ નથી પરંતુ ટ્રેલરે સ્ટેશન તરફથી આવતી રિક્ષાનો કચ્ચરઘાણ કરી નાખ્યો હતો. તેમાં એક જણનું મોત થયું છે. > અસગરઅલીપઠાણ, રિક્ષાચાલક

પોલીસે ઇજાગ્રસ્તોને દવાખાને ખસેડી વાહન વ્યવહારને પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી

શાસ્ત્રી બ્રિજ નીચે બે િરક્ષા અને બાઇકને અડફેટે લઇ પુરપાટ સ્પીડે જતંુ ટ્રેલર િપલરમાં ભટકાયું

થાંભલાના કારણે લારી બચી

^ કન્ટેનર લઇને આવતું ટ્રેલર તેની આગળ એક રિક્ષાને ઢસડીને લઇ આવતું હતું. જોઇને હું ખૂબ ગભરાઇ ગયો હતો. હું લારી મૂકીને ભાગી ગયો હતો. થાંભલાના કારણે મારી લારી બચી ગઇ હતી. > દિનેશઉત્તેકર , લારીધારક