• Gujarati News
  • National
  • છાણી પાસેનાં ફ્લેટમાં આગ ~1.50 લાખનો ચેક બચી ગયો

છાણી પાસેનાં ફ્લેટમાં આગ ~1.50 લાખનો ચેક બચી ગયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાણીજકાતનાકા સ્થિત બાલાજી ફ્લેટમાં સોમવારે સાંજે ત્રીજા માળે આવેલા મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ઘરવખરી ખાખ થઇ ગઇ હતી. ફાયરબ્રિગ્રેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઘરમાં મૂકેલા રોકડા ~10,000 અને દોઢ લાખનો ચેક બચી ગયો હતો.

શહેરના છાણી જકાતનાકા પાસે આવેલા બાલાજી ફ્લેટમાં રહેતા હોશિયાર આઝમખાન પઠાણ ઘર બંધ કરીને બહારગામ ગયા હતાં. સોમવારે સાંજે તેમના બંધ મકાનમાં અાકસ્મિક આગ લાગતા ફ્લેટમાં ભાગદોડ થઇ ગઇ હતી. ઘટના અંગે ફાયરબ્રિગ્રેડને જાણ કરાતા લાશકરો ઘટના સ્થળે દોડી ગયા હતાં. ફ્લેટના ત્રીજા માળે લાગેલી આગને કાબૂમાં લેવા માટે પાણીનો સતત મારો ચલાવી ગણતરીના સમયમાં આગને કાબૂમાં લઇ લીધી હતી. જોકે, આગમાં ઘરવખરી, એસી સહિતની ચીજવસ્તુઓ ભસ્મીભૂત થઇ જતાં ~90,000ની કિંમતનું નુકસાન થયું હતું જ્યારે ઘરમાં મૂકેલો દોઢ લાખ રૂપિયાનો ચેક અને રોકડા ~10,000 બચી ગયા હતાં. શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાય રહ્યું છે.

આગનો બીજો બનાવ કિર્તીમંદિર સ્થિત અભિવ્યકિત ખાતે બન્યો હતો. જ્યાં કોમન મીટરમાં શોટસર્કિટના કારણે આગ લાગી હતી. ફાયરબ્રિગ્રેડના લાશ્કરોએ તુરંત સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

ઘરવખરી ખાખ : ~90,000નું નુકશાન

ત્રીજા માળે બંધ ફલેટમાં આગથી ગભરાટ

અન્ય સમાચારો પણ છે...