બદનક્ષીની ફરિયાદમાં કોર્ટ તપાસનો હુક્મ
વડોદરા.વી.આઇ.પી. રોડપર આવેલી અયોધ્યાનગર સોસાયટીમાં કિરીટકુમાર પરસોત્તમદાસ મકવાણા તેમની બે બહેનો અને એક ભાણી સાથે રહે છે. એક વર્ષ અગાઉ તે વખતના સોસાયટીનાં પ્રમુખ જશોદાબેન લીંબચિયા અને મંત્રી ઘનશ્યામભાઇ પાસે કિરીટભાઇએ કેટલીક માહિતી માંગી હતી.માહિતી આપતાં સોસાયટીનાં પ્રમુખ અને મંત્રીને હોદ્દા પરથી દૂર કરી 4 વર્ષ સુધી ચૂંટણીમાં ભાગ લેવા મનાઇ ફરમાવાઇ હતી. જેની અદાવતે 24 ફેબ્રુઆરીનાં રોજ તેઓનાં પાડોશી વંદનાબેન અતુલભાઇ ઠાકરે કારેલીબાગ પોલીસ સ્ટેશને જઇ જાહેરમાં ન્યૂઝ ચેનલોમાં કિરીટભાઇ અને તેમનાં કુંટુંબીજનોને બદનામ કરવા ચરિત્ર સામે આક્ષેપો કર્યાં હતા. પાડોશી મહિલા વંદનાબેન અતુલભાઇ ઠાકર સામે વકીલ નલિન પટેલ મારફતે બદનક્ષીની ફરિયાદ કરતાં કોર્ટે કારેલીબાગના પી.આઇ. ને 30 દિવસમાં તપાસ કરી કોર્ટમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો.