તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોંગ્રેસમાં બળવો થતાં ડેમેજ કંટ્રોલ શરૂ કરાયું

કોંગ્રેસમાં બળવો થતાં ડેમેજ કંટ્રોલ શરૂ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીપાંચ બેઠકો પરથી કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરતાં કેટલીક બેઠક પર અસંતુષ્ઠો બળવાના મૂડમાં આવી ગયા હતા પરંતુ બળવો ડામવા માટે કોંગી હાઇકમાન્ડના આદેશથી મહામંત્રીએ ઓપરેશન ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું હોવાની વિગત પ્રકાશમાં આવી છે.

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટથી વંચિત પૈકી કેટલાક આગેવાનોએ બળવો કર્યો છે અને કોંગ્રેસના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી હતી તો કેટલાકે વિરોધમાં પડવાની તૈયારી બતાવી છે. જોકે, વિરોધ આગમાં ફેરવાય તે પહેલાં કોંગ્રેસના મહામંત્રી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે અને અસંતુષ્ઠો સાથે બેઠક યોજીને ભવિષ્યમાં તમારું ધ્યાન રખાશે તેવી પણ બાંયધરી આપી રહ્યા છે.

બાબતે કોંગ્રેસના ગુજરાતના સહપ્રભારી હર્ષવર્ધન સપકાલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં કોઇ આંતરિક જૂથબંધી નથી, બે ત્રણ દિવસમાં બધા ભેગા થશે.

બળવો ડામવા કોંગી હાઇકમાન્ડનાે આદેશ

અન્ય સમાચારો પણ છે...