તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વૃદ્ધો ડિપ્રેશનનો શિકાર થાય તે માટે ‘ગો હેપી ગો કેમ્પેઇન’ની શરૂઆત કરી

વૃદ્ધો ડિપ્રેશનનો શિકાર થાય તે માટે ‘ગો હેપી ગો કેમ્પેઇન’ની શરૂઆત કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૃદ્ધાશ્રમમાં સામાન્ય રીતે કોઇ આવતુ નથી, અહીંનો સ્ટાફ અમારી કાળજી રાખે છે. આયુશી અને તેના મિત્રો પહેલી વખત આશ્રમમાં આવ્યા ત્યારે મને મારા પ્રપૌત્ર અને પ્રપૌત્રીની યાદ આવી ગઇ હતી. 2-3 દિવસ સુધી સામે દેખાતા અને એમ થતું કે હવે આયુશી પાછી ક્યારે આવશે. તે નિયમીત અમને મળવા આવે છે. ઘણો આનંદ થાય છે. એસ.ડી.શાહ,વૃદ્ધાશ્રમનિવાસી

સ્ટુડન્ટ્સે વૃદ્ધો સાથે સમય વિતાવી મનોરંજન કર્યું

સિટી રિપોર્ટર | વડોદરા

ઘરઅને પરિવારથી દૂર થઇ ગયેલા વૃદ્ધોને એકલવાયા જીવનનો અનુભવ થાય છે. જેથી તેઓ ક્યારેક ડિપ્રેશનનો શિકાર બને છે. તેમ થાય તે માટે શહેરની વિદ્યાર્થીની અને તેના મિત્રોએ ગો હેપી ગો ગૃહની શરૂઆત કરી છે. તેઓ વૃદ્ધાશ્રમમાં જઇ વૃદ્ધો સાથે વિવિધ રમતો રમી, ડાન્સિંગ અને સીગિંગ કરી તેમનું મનોરંજન પણ કરે છે. આનંદ વિદ્યા વિહાર સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષિય વિદ્યાર્થીની આયુશી ધોળકિયા અને તેના સાત મિત્રોનું ગૃપ શહેરના બે વૃદ્ધાશ્રમમાં જઇ ફિઝિકલી ડિસેબલ્ડ લોકો સાથે સમય પસાર કરે છે. આયુશીનું માનવું છે કે, વૃદ્ધાવસ્થામાં બાળકો તેમના માતા-પિતાને તરછોડીને આશ્રમમાં મૂકી જાય છે પોતાના સંતાનોથી દૂર રહેવાનું દર્દ અને માતા-પિતાને બોજો સમજતા હોવાની પીડા આપણા સમાજના વડીલોમાં ડિપ્રેશનની સમસ્યા ઉભી કરે છે. આવા વડિલો શારીરિક પીડા હોવાથી વધુ ડિપ્રેશન અનુભવે છે તેથી શરૂઆત બે વૃદ્ધાશ્રમોથી કરી હતી. 5થી 6 વખત અમે અહીં વિઝિટ કરી છે અને થોડા સમયમાં તેઓ અમારા દાદા-દાદીની જેમ અમારી સાથે વર્તન કરે છે. તેમના જીવનના અનુભવો અમારી સાથે શેર કરે છે.

Social Cause

અન્ય સમાચારો પણ છે...