તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગુજરાતે રાજનીતિની તાસીર બદલી છે : ઉમા ભારતી

ગુજરાતે રાજનીતિની તાસીર બદલી છે : ઉમા ભારતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતેરાજનીતિની તાસીર બદલી છે તેમ કેન્દ્રિય પેયજળ મંત્રી ઉમા ભારતીએ રવિવારે સવારે વડોદરામાં જણાવ્યું હતું. પ્રધાનમંત્રીની મન કી બાત કાર્યક્રમ સાંભળવા માટે તેમજ મધ્ય ગુજરાતમાં ભાજપની સભાના પ્રચાર માટે તેઓ વડોદરા આવ્યા હતા.

શહેરના અકોટા વિધાનસભા મતવિસ્તારમાં આવેલી રાજનગર સોસાયટીમાં આયોજિત મન કી બાત કાર્યક્રમ બાદ કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ જણાવ્યું હતું કે, ચૂંટાયેલો નેતા પ્રજાનો આત્મા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 125 કરોડ દેશવાસીઓના મનની બાત રજૂ કરે છે.

શહેરની મુલાકાતે આવેલા મંત્રી ઉમા ભારતીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે,સંસદનુ શિયાળુ સત્ર બોલાવાતુ નથી તેવો રાહુલ ગાંધી આક્ષેપ કરી રહ્યા છે પરંતુ તેમણે યાદ રાખવું જોઇએ કે ઇમરજન્સી કોણે લાદી હતી રાહુલ ગાંધીની યાદદાસ્ત તાજી કરવાની ટીપ્પણી સાથે તેમણે વિકાસમાં કોંગ્રેસ ઝીરો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

અસહિષ્ણુતાનો મોટો શિકાર મોદી બન્યા છે

વિકાસમાં કોંગ્રેસ ઝીરો હોવાનો પણ આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...