• Gujarati News
  • National
  • ડો.ગુણવંત શાહે દિલ્હીના રોડનું નામકરણ સૂચવ્યું હતું

ડો.ગુણવંત શાહે દિલ્હીના રોડનું નામકરણ સૂચવ્યું હતું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપનિષદોનોગહન અભ્યાસ કરી ફારસી અનુવાદ કરનાર તથા ગંગાજી પર સ્તોત્ર લખનાર ઓરંગઝેબના મોટા ભાઇ દારા શિકોહનું નામ દિલ્હીના પોશ વિસ્તાર લુટિયન્સ દિલ્હીના ડેલહાઉસી માર્ગને આપવાનો પ્રસ્તાવ તાજેતરમાં એનડીએમસી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. સૌપ્રથમ વિચાર વડોદરાના લેખક પદ્મશ્રી ગુણવંત શાહે રજૂ કર્યો હતો. જેને ઓપ આપવા દિલ્હીના લે.ગવર્નર નઝીબ જંગ, એમ.એસ.યુનિ.ના પૂર્વ વી.સી પ્રો. યોગેશ સિંગ તથા યુનિ.ના સિન્ડિકેટ સભ્ય જિગર ઇનામદારે દિલ્હી ખાતે ભારે કમર કસી હતી.

અંગે પદ્મશ્રી ગુણવંત શાહે જણાવ્યું હતું કે, જ્યારે એમ.એસ.યુનિ.ના તત્કાલીન વી.સી પ્રો. યોગેશ સિંગ વડોદરાથી દિલ્હી ખાતે ફરજ બજાવવા જઇ રહ્યા હતા ત્યારે મને મળવા આવ્યા હતા. ત્યારે મેં તેમને દિલ્હીના એક માર્ગનું નામ દારા શિકોહ હોવું જોઇએ તેમ જણાવ્યું હતું. વાતથી રાજી થઇ તેમણે દિલ્હીના તત્કાલીન લે.ગવર્નર નઝીબ જંગને ફોન કરી બાબતે વાત કરી હતી. જેમણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ત્યારબાદ પ્રો. યોગેશસિંગ, નઝીબ જંગ તથા મારી વચ્ચે કાર્ય માટે જિગર ઇનામદાર કડીરૂપ બન્યા હતા. દિલ્હીના રોડને દારા શિકોહ નામ આપવા બાબતે ઘણી વાતો થયા બાદ બે વર્ષ સુધી કોઇ સંપર્ક રહ્યો હતો. પરંતુ બે દિવસ પહેલાં મને દિલ્હીના માર્ગને દારા શિકોહ નામ આપવાનો પ્રસ્તાવ મંજૂર થયો હોવાનું જાણવા મળતાં સંતોષ થયો છે.

દિલ્હીના માર્ગને દારા શિકોહ નામ અપાયું

અન્ય સમાચારો પણ છે...