• Gujarati News
  • National
  • પ્રો.ચૂંડાવતની સસ્પેન્શન રદ કરવા યુનિ.ને અરજી

પ્રો.ચૂંડાવતની સસ્પેન્શન રદ કરવા યુનિ.ને અરજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

જોધપુરનીજયનારાયણ વ્યાસ યુનિવર્સિટીમાં શિક્ષકોની ભરતીમાં થયેલા કૌભાંડના આરોપી વડોદરાની એમ.એસ.યુનિ.ની આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રો. પી.એસ.ચૂંડાવતને કોર્ટમાંથી જામીન મળ્યા બાદ એમ.એસ.યુનિ.માં સસ્પેન્શન રદ કરવા માટેની અરજી આપી છે. સસ્પેન્શન રિવોક કરવાની પ્રો. ચૂંડાવતની અરજી બાબતે યુનિ. સત્તાધીશોએ લીગલ ઓપિનિયન લઇ અરજીને સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય માટે લઇ જવાશે.

ગત 21 જાન્યુઆરીએ એમ.એસ.યુનિની આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રો. પી.એસ.ચૂંડાવતની જોધપુર પોલીસે જેએનયુવીના શિક્ષક ભરતી કૌભાંડમાં સંડાવણીના આરોપસર ધરપકડ કરી હતી. 25 જાન્યુઆરીના રોજ જોધપુર પોલીસની કાયદેસરની કાર્યવાહીને આધારે એમ.એસ.યુનિ.ના સત્તાધીશો દ્વારા તેમના માટે ડિમ્ડ સસ્પેન્શનના ઓર્ડર કરાયા હતા. જે નિર્ણય પર સિન્ડિકેટે મહોર મારી હતી. ઉપરાંત સસ્પેન્શનના ઓર્ડરને યુનિ. સત્તાધીશો દ્વારા જોધપુર એસીબી પોલીસને પણ મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રો. ચૂડાવતને રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. ત્યારે પ્રો. ચૂડાવતે એમ.એસ.યુનિ.ના સત્તાધીશોને સસ્પેન્શન રિવોક કરવા માંગ કરતી અરજી આપી છે.

^પ્રો.ચૂંડાવતે સસ્પેન્શનને રિવોક કરવાની અરજી આપી છે. અમે લીગલ ઓપિનિયન લીધો છે.સસ્પેન્ડનો નિર્ણય સિન્ડિકેટમાં લેવાયો હોવાથી અરજીને સિન્ડિકેટમાં મૂકાશે. > પ્રો.નીરજાજયસ્વાલ, ઓએસડીરજિસ્ટ્રાર

અરજીને સિન્ડિકેટ સમક્ષ રજૂ કરાશે

ભરતી કૌભાંડમાં સસ્પેન્ડ કરાયા હતા

અન્ય સમાચારો પણ છે...