14મી વિધાનસભાના સ્પીકરનું આજે 14 પોઇન્ટ પર સ્વાગત
વડોદરા| 14મી વિધાનસભાના અધ્યક્ષપદે સર્વાનુમતે પસંદગી પામ્યા બાદ પ્રથમ વખત રાજેન્દ્ર ત્રિવેદી શનિવારે વડોદરા આવી રહ્યા છે. 51 વર્ષ પછી વડોદરાના ધારાસભ્યની વરણી વિધાનસભાના અધ્યક્ષ તરીકે કરાઇ છે. રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી શનિવારે વડોદરા આવી રહ્યા છે ત્યારે સવારે 10 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી શહેર ભાજપના ઉપક્રમે સમા તળાવથી કલ્યાણરાયજીની હવેલી સુધીના માર્ગ પર 14 સ્થળે સ્વાગત કરવામાં આવશે અને તેમાં ભાજપના શહેરના હોદ્દેદારો, વોર્ડ કારોબારી, વિવિધ મોરચાની ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે.