મુંબઇની ફલાઇટ અઢી કલાક લેટ પડતા મુસાફરોનો હોબાળો
વડોદરા| મુંબઇથી વડોદરા આવતી જેટ એરવેઝની ફલાઇટ શુક્રવારે રાતે અઢી કલાક લેઇટ પડતા 300 મુસાફરો હરણી હવાઇ મથકે અટવાઇ પડયા હતા. આ ફલાઇટ મોડી પડતાં યુકે-કેનેડા જતા મુસાફરોમાં કનેકટીંગ ફલાઇટ ચૂકી જવાનો ભય ફેલાયો હતો. છેલ્લા એક મહિનાથી રાતે 8.55 વાગ્યાની ફલાઇટ મોડી આવી રહી છે અને તેનું પુનરાવર્તન શુક્રવારે પણ થયુ હતુ. શુક્રવારે મોડી સાંજે સાડા સાત વાગ્યાથી મુસાફરોનુ ચેક ઇન કરી દેવામાં આવ્યું હતું પરંતુ ફલાઇટ રાતે 11.35 વાગે હરણી હવાઇ મથકે લેન્ડ થઇ હતી .