• Gujarati News
  • National
  • બિલ ગેટ્સ ફાઉન્ડેશને પાણી શુદ્ધ કરવામાં રસ બતાવ્યો

બિલ ગેટ્સ ફાઉન્ડેશને પાણી શુદ્ધ કરવામાં રસ બતાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ બિલ ગેટ્સ ફાઉન્ડેશને વડોદરાના ગટરના પાણીનું શુદ્ધિકરણ કરી રિયૂઝ કરી શકાય તેવો પ્લાન્ટ નાંખવા માટે રસ બતાવ્યો છે.

શહેરમાં સાત સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. આ એસટીપીમાંથી નીકળતું મલિન જળ ટ્રીટ કરીને વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવે છે. આ મલિન જળને શુદ્ધ કરીને પુન: વપરાશમાં લઇ શકાય તેવી ટેક્નોલોજી સહિતના પ્લાન્ટની સ્થાપના માટે બિલ ગેટ્સ ફાઉન્ડેશને યોજના બનાવી છે.

જેના માટે ગુરુવારે મોડી સાંજે પાલિકાની કમિટી રૂમમાં બિલ ગેટ્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ, મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવ, મેયર ભરત ડાંગર,સ્થાયી સમિતિનાં અધ્યક્ષ ડો.જિગીષા શેઠ અને અધિકારીઓની સંયુક્ત બેઠક મળી હતી.આ બેઠકમાં, વડોદરામાં પ્લાન્ટ બનાવવા માટે બિલ ગેટ્સ ફાઉન્ડે્શનના પ્રતિનિધિઓએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.જેમાં, અટલાદરા ખાતેની જમીન ફાળવવા માટે પાલિકા તરફથી ઓફર આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...