• Gujarati News
  • National
  • સ્ટેશન પર રિક્શા અને ટેક્સીનો પાર્કિંગ ચાર્જ યથાવત્

સ્ટેશન પર રિક્શા અને ટેક્સીનો પાર્કિંગ ચાર્જ યથાવત્

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

રેલવે સ્ટેશન પર રિક્શા અને ટેક્સીના પાર્કિંગનો ચાર્જ રેલવે દ્વારા યથાવત્ રખાયો છે. રેલવે દ્વારા એક યાદીમાં જણાવ્યા મુજબ રેલવે બોર્ડ દ્વારા રેલવેની કોઇ પણ પ્રોપર્ટી ફ્રી આપી શકાય નહીં તેવા નિયમને પગલે આ નિર્ણય યથાવત્ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રિક્શા યુનિયન દ્વારા કલાક મુજબ વસૂલાતા પાર્કિંગ ચાર્જનો વિરોધ કરી ડીઆરએમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ રેલવે દ્વારા ચોવીસ કલાકના રૂ. 20 અને ટેક્સી માટેનો નિયત કરેલ ચાર્જને યથાવત્ રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...