• Gujarati News
  • National
  • 4 સોની પાસેથી રૂા. 1.97 કરોડનું કાળું નાણું ઝડપાયું

4 સોની પાસેથી રૂા. 1.97 કરોડનું કાળું નાણું ઝડપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરના માંડવી અને એમ.જી.રોડ અને ઘડિયાળી પોળમાં આવેલા ચાર જ્વેલર્સને ત્યાં વડોદરા ઇન્કમટેક્સ વિભાગની રેન્જ-3ના અધિકારીઓ દ્વારા પાડેલી રેડમાં રૂ. 1.97 કરોડની બેનામી આવક પકડવામાં આવી હતી. જૂની નોટોના બદલામાં ઊંચા ભાવે સોનું વેચનાર ચાર સોનીને ત્યાં ગુરુવારે ઇન્કમટેક્સના 16 અધિકારી દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો હતો.

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગુરુવારે મોડીસાંજ સુધી ચાલુ રાખેલ સરવે આજે શુક્રવારે બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો. રૂપિયા 500 અને 1000નું ચલણી નાણું બંધ થયા બાદ શહેરના જ્વેલર્સના માલિકોએ ર જૂની નોટો લઇને ઊંચા ભાવે સોનું વેચ્યું હતું. જે અંગે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસમાં સોનીઓ દ્વારા ધીમે-ધીમે બેંકમાં નાણાં ભર્યાંનુ જણાયું હતું.

આઇટી વિભાગ દ્વારા એમ.જી.રોડ પર આવેલા હરિકૃષ્ણ જ્વેલર્સ, રૂપાલી જ્વેલર્સ ,કે.ટી.જ્વેલર્સ અને ડી.ખુશાલદાસ જ્વેલર્સના શોરૂમમાં સરવે હાથ ધરાયો હતો જે સરવેમાં હરિકૃષ્ણ જ્વેલર્સમાંથી રૂ. 60 લાખ, રૂપાલી જ્વેલર્સમાંથી રૂ. 61 લાખ , કે.ટી.જ્વેલર્સમાંથી રૂ. 45 લાખ અને ખુશાલદાસને ત્યાંથી રૂ. 31 લાખ મળી કુલ રૂ. 1.97 કરોડ બેનામી મળ્યા હતા જ્યારે આણંદ સ્થિત ખાંડના વેપારીને ત્યાં દરોડામાં રૂ. 30 લાખ મળતાં કુલ રકમ રૂ. 2.27 કરોડ થઇ હતી. આઇટી વિભાગ દ્વારા જવાબો લીધા બાદ અંદાજે જો બેનંબરી આવક સાબિત થશે તો 300 ટકા પેનલ્ટી વસૂલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...