• Gujarati News
  • પારિવારિક સમસ્યાથી હારી 3 સંતાનના પિતાએ મોત વ્હાલું કર્યું

પારિવારિક સમસ્યાથી હારી 3 સંતાનના પિતાએ મોત વ્હાલું કર્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાણીરોડ સ્થિત એમ.જે.મેટલ કંપનીના કંપાઉન્ડમાં ભારતીનગરમાં રહેતા 3 સંતાનોના પિતાએ પારિવારિક કારણોસર ઝેરી દવા ગટગટાવીને જીવનલીલા સંકેલી લીધી હતી.

બનાવની મળતી માહિતી મુજબ, છાણી સ્થિત એમ.જે.મેટલ કંપનીની સામે આવેલા ભારતી નગરમાં રહેતા 48 વર્ષીય ગોપાલભાઇ કંચનભાઇ માળી છૂટક કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમનાં 3 સંતાનો પૈકી મોટી દીકરીનાં દોઢ વર્ષ અગાઉ જ્ઞાતિમાં લગ્ન કર્યાં હતાં પરંતુ કોઇ કારણોસર પુત્રી સાસરીમાંથી પરત આવી ગઇ હતી. મોટી દીકરી સાસરેથી ઘરે પરત આવતાં ગોપાલભાઇને તેની ચિંતા કોરી ખાતી હતી.

વ્યથિત બનેલા પિતાએ શાકભાજીમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દવા પીધા બાદ તેઓ એમ.જે.મેટલ કંપનીના કમ્પાઉન્ડમાં બેભાન થઇ જમીન પર ઢળી પડ્યા હતા. મેદાનમાં તેઓ ઢળી પડતાં લોકો ભેગા થઈ ગયા હતા અને તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતાં ફરજ પરના તબીબે ગોપાલભાઇને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવતાં ફતેગંજ પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.