• Gujarati News
  • યુવતીને મેસેજ કરવાની બાબતે તલવારથી હુમલો

યુવતીને મેસેજ કરવાની બાબતે તલવારથી હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવતીનેમોબાઇલ ઉપર મેસેજ કરવાની અદાવતે ગોત્રી રોડ સ્થિત ધરમપુરા ગામે 9 શખ્સોએ ભેગા મળી યુવાન તેની દાદી સહિત 4 લોકોને હોકી વડે મારમારી તલવારથી હુમલો કરતા બનાવ સંદર્ભે ગોરવા પોલીસ મથકે રાયોટિંગનો ગુનો દાખલ કરી હુમલાખોરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.

ધરમપુરા ગામે રહેતા નરેન્દ્ર પઢિયારને ગામમાં રહેતા અક્ષય ઠાકોરની બહેને મોબાઇલથી મેસેજ કર્યો હતો. જેની અદાવત રાખી અક્ષય, ઇન્દ્રવદન વાઘેલા, વિજય શર્મા, અમીત ઠાકોર, સતીષ ઠાકોર, મણીલાલ ઠાકોર, મહેન્દ્ર સીંધા, સરોજબેન અને રેખાબેન તમામ રહે. ધરમપુરા ગામનાં નરેન્દ્રનાં ઘરે શુક્રવારે રાતે 9 કલાકે ધસી આવ્યાં હતા. યુવાનનાં ઘરમાં પ્રવેશ કરી ઉગ્ર ઝઘડો કર્યો હતો. જેમાં અક્ષયે નરેન્દ્રનાં ડાબા હાથે અને છાતી પર તલવારથી હુમલો કર્યો હતો.