• Gujarati News
  • National
  • પ્રજ્ઞાચક્ષુ મૈત્રયશાહની 99.14 પર્સન્ટાઇલ સાથે અભૂતપૂર્વ િસદ્ધિ

પ્રજ્ઞાચક્ષુ મૈત્રયશાહની 99.14 પર્સન્ટાઇલ સાથે અભૂતપૂર્વ િસદ્ધિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. જ્યારેજીવનના તમામ રંગો બ્લેક થઇ જાય છે ત્યારે તેમાથી જીવનને રંગીન બનાવવાની પ્રેરણા મળવી મુશ્કેલ છે. 18 વર્ષનો મૈત્રેય શાહ જન્મથી પ્રજ્ઞાચક્ષુ છે પરંતુ તેણે ક્યારેય પોતાના જીવનમાં બાબતની નોંધ નથી લીધી.ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં મેૈત્રેય અતુલ શાહે 750/627 માર્કસ મેળવીને 99.14 પર્સન્ટાઇલ મેળવ્યા છે. એસએસજી હોસ્પિટલનાં ફાર્માસિસ્ટ અતુલભાઇ શાહને સંતાનમાં મૈત્રેય એકમાત્ર પુત્ર છે. નાનપણથી અભ્યાસમાં તેજસ્વી મૈત્રેયને ધોરણ 10માં પણ 95 જેટલા પર્સન્ટાઇલ આવ્યા હતા. ચક્ષુના ઓપરેશન અર્થે કેરાલા અને ત્યાંથી વધારે સારી ટ્રીટમેન્ટ માટે મૈત્રેય માતાપિતા સાથે હાલમાં યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાના પ્રવાસે છે.તેના પરિણામ વિશે માહિતી આપતાં દાદીમા કોકિલાબેન શાહે જણાવ્યું હતું કે પૌત્રને આગળ અભ્યાસ કરીને લોયર થવું છે. પરીક્ષામાં તેણે રાઇટરનો ઉપયોગ કર્યો હતો.

ક્લેટની એકઝામની તૈયાર ચાલુ છે. પ્રથમ પરીક્ષામાં 150માંથી 111 માર્કસ મેળવ્યા છે. મારું લોયર બનવાનું સ્વપ્ન છે.

મૈત્રેય શાહ, એજ18

એ-2ગ્રેડ

હોબી| મ્યુઝિક

માર્કસ

627750

પર્સન્ટાઈલ

99.14

અન્ય સમાચારો પણ છે...