• Gujarati News
  • વૃદ્ધાના ગળામાંથી ચેઇનની લૂંટ અને પાડોશીના ઘરમાં ચોરી

વૃદ્ધાના ગળામાંથી ચેઇનની લૂંટ અને પાડોશીના ઘરમાં ચોરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરપોલીસની ઊંઘ હરામ કરનાર ચોર-લૂંટારુ ટોળકીએ વડસરની કાસા રેસિડન્સીમાં ગુરુવારે મોડી રાત્રે બે મકાનને નિશાન બનાવ્યાં હતાં. એક મકાનમાં ચોરી કર્યા બાદ બીજા મકાનમાં નિદ્રાધીન વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન તોડતાં તેમણે બુમરાણ મચાવ્યું હતું. પાડોશી મહિલાએ બૂમાબૂમ કરતાં લૂંટારુ ભાગી છૂટ્યો હતો. રૂા. 30,000ની મતાની ચોરી અને રૂા. 60000ની કિંમતની ચેઇનની લૂંટ અંગેની માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી લૂંટારુની શોધખોળ આદરી છે.

વડસરની કાસા રેસિડેન્સીના સી ટાવરમાં 202 નંબરના મકાનમાં રહેતાં 60 વર્ષીય સરોજિનીબહેન ચક્રપાણિ નાયર ગુરુવારે રાત્રે પતિ અને દીકરી સપના સાથે ઘરમાં સૂતાં હતાં. મોડી રાત્રે 3:30 વાગ્યાના સુમારે 25 વર્ષીય શખ્સ અંદર ઘૂસ્યો હતો અને તેણે ગળામાં હાથ નાખી 3 તોલા વજનની સોનાની ચેઇન તોડી હતી. દરમિયાન અચાનક જાગી જતાં તેમણે બૂમાબૂમ કરતાં લૂંટારુ દરવાજો ખોલીને ભાગ્યો હતો.