city sport

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
city sport

સ્પોર્ટસ રિપોર્ટર }ભૂતાન ખાતે આયોજિત સ્ટુડન્ટ્સ ઓલિમ્પિક્સ ગેમ્સમાં અંડર-17 અને અંડર-19ની સોકર ટીમમાં વડોદરાના પાંચ પ્લેયર્સે ભાગ લીધો હતો. પાંચેય પ્લેયર્સના નોંધપાત્ર દેખાવને કારણે ભારતની અંડર-17 અને અંડર-19 ટીમો વિનર બની શકી હતી.

ગેમ્સમાં અંડર-17માં વડોદરાના મેહુલ સૈદાને અને અંડર-19માં હેમાંગ પરીખ, હર્ષ ઠાકુર, મુકુંદ પરમાર અને યશ ક્ષત્રિયે ભાગ લીધો હતો. જેમાં અંડર-17માં ભારતે ભુતાનને 2-1થી હરાવ્યું હતું. જેમાં મેહૂલ સૈદાનેએ પેનલ્ટી શૂટ આઉટમાં ગોલ કર્યો હતો. જ્યારે અંડર-19 મેચમાં પણ ભુતાનને 5-2થી હાર આપી હતી. પાંચેય ખેલાડીઓને ગોલ્ડ મેડલ્સ અને સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવ્યાં હતા. ટુર્નામેન્ટ માટે કોચ તરીકે વડોદરાથી મયંક સેલર અને મેનેજર મિહિર પટેલ હતા.

ઉલ્લેખનીય છે કે, સ્પોર્ટસ ઓલિમ્પિકમાં પણ હવે વડોદરાનું સ્થાન નોંધપાત્ર બન્યું છે. થોડા સમય અગાઉ પણ ઈન્ટરનેશનલ લેવલની સ્ટુડન્ટ્સ ઓલિમ્પિકમાં વડોદરાના પ્લેયર્સે સારુ પ્રદાન કર્યું હતું.

સ્ટુડન્ટ્સ ઓલિમ્પિક્સમાં 5

સૉકર પ્લેયર્સે જીત અપાવી

}ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર ડાબેથી હેમાંગ પરીખ, મુકુંદ પરમાર, યશ ક્ષત્રિય, મેહુલ સૈદાને, હર્ષ ઠાકુર સાથે કોચ મિહીર પટેલ.

અન્ય સમાચારો પણ છે...