• Gujarati News
  • National
  • શહેરના જાણીતા ઉદ્યોગપતિ ભૂપેન્દ્ર પરીખનું નિધન

શહેરના જાણીતા ઉદ્યોગપતિ ભૂપેન્દ્ર પરીખનું નિધન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાજાણીતા ઉદ્યોગપતિ અને પંચમ કો.ઓ.બેંકના ચેરમેન 63 વર્ષીય ભૂપેન્દ્ર પરીખનું ઓસ્ટ્રેલિયામાં હૃદયરોગના હુમલામાં નિધન થયું છે. તેમના નિધનથી તેમના પરિવારજનો, શુભેચ્છકો અને ઉદ્યોગજગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મૂળે ગોધરાના અને વડોદરાને કર્મભૂમિ બનાવનાર ભૂપેન્દ્ર પરીખ ઓટો ઉદ્યોગ સહિત અનેક બિઝનેસ સાથે સંકળાયેલા હતા. ઉપરાંત તેઓ વિવિધ સામાજિક અને ઔદ્યોગિક સંસ્થાઓ સાથે પણ સક્રિય રહ્યા હતા. જેમાં રોટરી ઇન્ટરનેશનલ, સાવલી તાલુકા ઇન્ડ. એસોસિયેશન, પંચમહાલ મોઢ વણિકમંડળ, ફેડરેશન ઓફ પંચમહાલ ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન સહિતની અનેક સંસ્થાઓનો સમાવેશ થાય છે. તેમના મિલનસાર સ્વભાવ અને મદદરૂપ થવાની ભાવનાને લીધે તેમને ગુજરાત ગવર્નમેન્ટે ડેલિગેટ તરીકે યુરોપ અને ચીન મોકલ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેઓ અનેકવાર મળ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...