• Gujarati News
  • National
  • 10,000થી વધુ ગ્રાહકોના ડેટા વેચનાર દિલ્હીના પ્રમોદને 4 દિવસના રિમાન્ડ

10,000થી વધુ ગ્રાહકોના ડેટા વેચનાર દિલ્હીના પ્રમોદને 4 દિવસના રિમાન્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંકનાકર્મચારી હોવાનો કોલ કરી શહેરનાં 17 જેટલાં ક્રેડિટ કાર્ડધારકો પાસેથી તેમની વિગતો મેળવી ~‌1.66 લાખની છેતરપિંડી કરનાર દિલ્હીની આંતરરાષ્ટ્રીય ટોળકીનાં 5 સાગરીતોને અગાઉ ક્રાઇમ બ્રાંચના સાઇબર સેલે ઝડપી પાડ્યા હતા. દેશવ્યાપી ચલાવાતા વ્હાઇટ કોલર રેકેટનાં મૂળિયા સુધી પહોંચવા 6 રાજ્યોનાં 10,000થી વધુ ગ્રાહકોના ડેટા ટોળકીને વેચનાર દિલ્હીના પ્રમોદ યાદવને પોલીસે ઝડપી પાડી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

ક્રાઇમ બ્રાંચના સાઇબર સેલે અગાઉ ક્રેડિટકાર્ડધારકો સાથે છેતરપિંડી કરતી દિલ્હીની ટોળકીનાં 5 સાગરીતોને પકડી પાડ્યા હતાં. શહેરનાં 17 ક્રેડિટ કાર્ડ ધારકો સાથે ~‌1.66 લાખની કરાયેલી ઠગાઇમાં અશરફઅલી શેખ, સન્ની જાજોરિયા, બલજિતસિંહ સિંઘ, ઇન્દ્રજિત કરપ્પન સહિત એક સગીરની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 11 કમ્પ્યૂટર, 2 સીપીયુ, 17 વોકીટોકી સેટ, 21 સિમકાર્ડ, 2 ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દિલ્હીમાં અલગ અલગ શોપિંગ પોર્ટલ બનાવી ચલાવાતા રેકેટના મૂળ સુધી પહોંચવા હાથ ધરેલી તપાસમાં વડોદરા, અમદાવાદ, ભરૂચ, જામનગર સહિત રાજ્યોનાં મળી કુલ 10,000 થી વધુ ગ્રાહકોના ડેટા વેચી ~‌2.50 લાખથી વધુ રકમ ઠગ ટોળકી પાસેથી મેળવનાર પ્રમોદકુમાર સર્વજિત યાદવ રહે. દિલ્હીની ધરપકડ કરી હતી.

300 સિમકાર્ડ મેળવ્યાં હતાં

આઇસીઆઇસીઆઇ બેંકનાંગ્રાહકોનો ડેટા મેળવી વધુ લિમિટ ધરાવતાં ગ્રાહકનો સંપર્ક કરી ગિફટે સહિતનાં પ્રલોભન આપી કાર્ડ, સીવીવી નંબર, વન ટાઇમ પાસવર્ડ મેળવી લેવાતો હતો. બોગસ દસ્તાવેજોના આધારે દિલ્હી ખાતેથી 300 જેટલા સિમકાર્ડ મેળવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...