• Gujarati News
  • National
  • પર્ફોર્મિંગ આર્ટ્સનાં પૂર્વ શિક્ષિકા લતાબહેન પ્રભુણેનું અવસાન

પર્ફોર્મિંગ આર્ટ્સનાં પૂર્વ શિક્ષિકા લતાબહેન પ્રભુણેનું અવસાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટસના પુર્વ શિક્ષિકા અને શાસ્ત્રીય સંગીતના જાણિતા ગાયિકા લતાબેન પ્રભુણેનું શુક્રવારે 73 વર્ષની વયે અવસાન થયું હતું.તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને નાદુરસ્ત તબિયતાના લીધે અવસાન પામ્યા હતા.1964માં તેમને ડો સર્વપલ્લી રાધાક્રિષ્નન રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવ્યો હતો.તેઓને ગુજરાત સરકાર દ્વારા પંડિત ઓમકારનાથુ ઠાકુર સન્માન પણ આપવામાં આવ્યું હતું. ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટસના ગાયન વિભાગના હેડ પ્રો રાજેશ કેલકરે જણાવ્યુ હતું કે લતાબેન પ્રભુણેએ શોભા ગુરટુ, અને માણિક વર્મા જેવા દિગ્ગજોનો તેઓ ગાયિકીમાં સાથ આપતા હતા.તેઓ શિષ્યોમાં લોકપ્રિય હતા .’

અન્ય સમાચારો પણ છે...