તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી એન્કર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
93% સાઇકોલોજિકલ ડિસિસ હિપ્નોટિઝમથી મટી શકે છે

હિપ્નોટિઝમની અસરો તથા તેના ઉપયોગ વિશેની ટોકમાં મોટી સંખ્યામાં શહેરજનો જોડાયા હતા.

હિપ્નોટિઝમ હજારો વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા છે. જેને ઇ.સ. 1700માં ઓસ્ટ્રીયન ફિઝિસ્ટન ફ્રાન્ઝ મેસમેરે વિશ્વને મોર્ડન હિપ્નોટિઝમની વ્યાખ્યા આપી હતી. ત્યાર બાદ વિવિધ વિદ્વાનોએ હિપ્નોટિઝમ વિશે નવા નવા વ્યાખ્યાનો આવ્યા અને હિપ્નોટિઝમમાં બદલાવો આવ્યાં છે. પરંતુ હિપ્નોટિઝમ મનુષ્ય માટે સારી બાબત ગણવામાં આવે છે.

કોન્શિયન્સ અને સબકોન્શિયસ માઇન્ડ વચ્ચેના તફાવતને હિપ્નોટિઝમ તરીકે ઓળખવામાં આવે છે. માનવીને આલ્ફા, ડેલ્ટા અને થિટા એમ ત્રણ પ્રકારનાં માઇન્ડ હોય છે. દરેક માઇન્ડને હિપનોટાઇઝ કરવાની પ્રક્રિયા જૂદી હોય છે. હિપ્નોટિઝમની પ્રક્રિયા વ્યક્તિની પર્શનાલીટી મુજબ પણ બદલતી હોય છે.

હિપ્નોટિઝમનાં ફાયદા વિશે વાત કરાતા કેપ્ટન મનોજ ગોરે જણાવ્યું હતું કે, હિપ્નોટિઝમથી માનસિક શાંતિમાં વધારા સાથે મેમરી પાવર વધારી શકાય છે. હિપ્નોટિઝમથી વિવિધ પ્રકારનાં સ્ટ્રેસ દુર થાય છે. બ્લડપ્રેસર જેવી બિમારી મટાડી શકાય છે. સાથે માનસિક રોગો સામે હિપ્નોટિઝમ રક્ષણ આપે છે. હિપ્નોટિઝમથી યાદશક્તિને પણ વધારી શકાય છે. સાઇકોલોજિકલ બિમારી પણ મટાડી શકાય છે.

સાઇકોલોજિકલ ડિસિસમાં સૌથી સરળ અને અશરકારક ઉપચાર હિપ્નોટિઝમ દ્વારા કરી શકાય છે. 93 સાઇકોલોજિકલ ડિસિસની સારવાર હિપ્નોટિઝમ દ્વારા સ‌ફળ રીતે કરી શકાય છે. તેમ બીએમએ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાયેલ ટોકમાં સ્પીકર રીટાયર આર્મી ઓફિસર કેપ્ટન મનોજ ગોરે જણાવ્યું હતું. ટોક દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હિપ્નોટિઝમ કરવાથી માનસિક શાંતિમાં વધારો થાય અને માઇન્ડ બેલેન્સ જળવાઇ રહે છે. હિપ્નોટિઝમનાં સાઇડ ઇફેક્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, હિપ્નોટિઝમથી ફાયદા ઘણા છે, પરંતુ નુકસાન કંઇ પણ નથી.

BMA Talk

અન્ય સમાચારો પણ છે...