તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શહેરના વાડી વિસ્તારમાં 425 વર્ષ જૂનું 1008 આદિનાથ દિગંબર જૈન મંદિર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના વાડી વિસ્તારમાં 425 વર્ષ જૂનું 1008 આદિનાથ દિગંબર જૈન મંદિર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેરાસરની સયાજીરાવ ગાયકવાડે મુલાકાત લીધી હતી

શહેરનાવાડી-ટાવર વિસ્તારમાં દાલિયાપોળ પાસે આવેલ 425 વર્ષ જૂનું 1008 દિગંબર આદિનાથ જિનાલય આવેલું છે. જિનાલયનો એરિયા 2800 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. દેરાસરમાં ત્રણ શિખર આવેલાં છે. દેરાસરમાં મૂળનાયક 1008 આદિનાથ ભગવાન, 1008 પા‌ર્શ્વનાથ ભગવાન, 1008 મહાવીર સ્વામીની મૂર્તિઓ બિરાજમાન છે.

દેરાસરનું 25 વર્ષ પહેલાં રિનોવેશન કરવામાં આવ્યું હતું. રિનોવેશન કરાયા બાદ પણ 1008 મૂળ નાયક ભગવાન આદિનાથની મૂર્તિ પણ 425 વર્ષ જૂની નાની મૂર્તિ પણ દેરાસરમાં યથાવત્ છે. આદિનાથ ભગવાનનો ચમત્કાર થાય છે અને લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. વર્ષો પહેલાં દેરાસરની મહારાજા સયાજીરાવ ગાયકવાડે મુલાકાત લીધી હતી ત્યારબાદ મહારાજાએ જિનાલયથી પ્રભાવિત થઇને ન્યાયમંદિર હોલ ખાતે આચાર્ય કુંથુસાગર મહારાજ સાહેબનું પ્રવચન રાખ્યું હતું.

વડોદરા શહેરમાં દિગ્મ્બર જૈનોનાં 750 મકાનો આવેલ છે. તેઓ આશરે 3500 સુધીની વસ્તી ધરાવે છે.

દિગંબર આદિનાથ જિનાલય 2800 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે

શહેરના વાડી વિસ્તારમાં આવેલ દિગંબર આદિનાથ જિનાલયમાં મૂળનાયક 1008 આદિનાથ ભગવાન, 1008 પા‌ર્શ્વનાથ ભગવાન તેમજ 1008 મહાવીર સ્વામીની મૂર્તિઓ બિરાજમાન છે. હાલમાં દિગમ્બર જૈન દેરાસરમાં પર્યુષણ પર્વ નિમિત્તે અને ફાગણ મહિનામાં અષ્ટાનિકા પર્વની ઉજવણી કરવામાં આવે છે. તદઉપરાંત મહાવીર સ્વામી ભગવાનનો નિર્વાણ લાડુ દિવાળીના દિવસે વેંચવામાં આવે છે. હાલમાં પર્યુષણમાં દેરાસરમાં પૂજા-અર્ચના થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો