તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખેડૂતોને ખર્ચ વગર સાત્ત્વિક ખેતી અપનાવવા ભલામણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને ખર્ચ વગર સાત્ત્વિક ખેતી અપનાવવા ભલામણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાપાસે આવેલા હરિધામ-સોખડા ખાતે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગાય આધારિત ખર્ચ વગરની કુદરતી ખેતીના તાલીમ વર્ગનું આયોજન કરાયું હતું. તાલીમ વર્ગમાં સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે ખેડૂતોને ગાય આધારિત ખર્ચ વગરની સાત્વિક ખેતી અપનાવી જોવા ભલામણ કરી હતી.

રસાયણ અને જંતુનાશકો આધારિત વર્તમાન ખેતીનાં ઉત્પાદનો અસાધ્ય બીમારીઓની ભેટ આપે છે તેમ ટાંકી સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે ખેડૂતોને ગાયના જીવામૃત આધારિત ખર્ચ વગરની સાત્ત્વિક ખેતી અપનાવવી જોઇએ. સહકાર મંત્રીએ ઉમેર્યું હતું કે, આધુનિક ખેતીમાં વધતા જતા ખર્ચનું નિરાકરણ સજીવ ખેતી આપશે. ઉપરાંત ગાય આધારિત ખેતીથી જમીન અને પર્યાવરણનું રક્ષણ થશે.

ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડૉ.વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, ગાય આધારિત ખેતી કુદરત સાથે સહજીવન સાધવાનું સરળ બનાવશે. તેમણે હરિધામ-સોખડાની માનવ અને સમાજ ઘડતરની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આચાર્ય રવીન્દ્રજીઅે જણાવ્યું હતું કે, ગાયનાં પંચગવ્ય અને તમામ ઓર્ગેનિક કચરો ખૂબ ઉપયોગી છે. તાલીમ શિબિરમાં ૩૦૦ જેટલાં ખેડૂતોને ગાયનાં મૂત્ર, ગોબર, ગોળ અને બેસનમાંથી બનાવવામાં આવતા જીવામૃત દ્વારા સાત્ત્વિક અને સસ્તી ખેતી કરવાની તાલીમ આપવામાં આવશે.

ગાય આધારિત ખેતીની તાલીમ શરૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો