તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રસાદી તરીકે મેળવેેલી સ્ટેશનરીનો છાત્રોમાં વહેંચવાનો નવતર પ્રયોગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રસાદી તરીકે મેળવેેલી સ્ટેશનરીનો છાત્રોમાં વહેંચવાનો નવતર પ્રયોગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાકારેલીબાગ પાણીની ટાંકી પાસે સમર્થ મિત્ર મંડળ દ્વારા યોજાયેલા ગણેશોત્સવ દરમિયાન શ્રીજીનાં દર્શન કરવા આવી રહેલા ભક્તો પાસેથી નોટબુક, પેન્સિલ, પેન અને શાર્પનર તથા ઇરેઝર સહિતની સ્ટેશનરી ચીજોને પ્રસાદી તરીકે મેળવાઇ રહી છે. ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન એકત્ર કરાયેલી સ્ટેશનરીની ચીજોને મ્યુનિસિપલ સ્કૂલનાં બાળકોને વહેંચી દેવાશે.

શહેરના કારેલીબાગ સમર્થ મિત્ર મંડળ દ્વારા પાંચ વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરાઇ રહ્યું છે. જોકે વખતે સામાજિક કાર્યના નવતર અભિગમ સાથે અનોખી પહેલ કરવામાં આવી છે. ગણેશોત્સવમાં ભક્તો પાસેથી સ્ટેશનરીની ચીજો પ્રસાદી તરીકે મેળવાઇ રહી છે. સમર્થ મિત્ર મંડળના વિહંગ શાહે જણાવ્યું હતું કે, ગણેશોત્સવના એક સપ્તાહ પહેલાં સોશિયલ નેટવર્કિંગ માધ્યમથી ગણેશોત્સવમાં સ્ટેશનરીની ચીજોને પ્રસાદી તરીકે મેળવી જરૂરિયાતમંદોને વહેંચી દેવી જોઇએ તેવો સંદેશો વાંચ્યો હતો. જેથી મેં મારા મિત્રોને બાબતે વાત કરી અને બધાનો હકારાત્મક અભિગમ જાણ્યા બાદ અમે અમારા શ્રીજીના ઉત્સવમાં વિષયને વણી લીધો હતો.

ગણેશોત્સવમાં રોજ દર્શનાર્થે આવતા ભક્તો તેમની શક્તિ મુજબ નોટબુક, પેન, પેન્સિલ સહિતની ચીજો ભગવાનના ચરણોમાં ધરી રહ્યા છે. અત્યાર સુધી દિવસમાં 200થી વધુ નોટબુક, 250થી વધુ પેન્સિલ અને શાર્પનર તથા ઇરેઝર સહિતની ચીજો પ્રસાદી તરીકે મેળવાઇ છે. ગણેશોત્સવ બાદ તમામ ચીજોની ગણતરી કરવામાં આવશે અને ત્યાર બાદ મ્યુનિસિપલ સ્કૂલના જરૂરિયાતમંદ બાળકોને ચીજો વહેંચી દેવાશે. અનોખા સામાજિક કાર્યમાં સમર્થ મિત્ર મંડળના કમલેશ પટેલ, રાહુલ ટાપરે, નિલય બોડસે, આશિષ શર્કે તથા સિદ્ધેશ આચાર્ય સહિતના મિત્રો જોડાયા છે. હજુ પણ ભક્તોનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો પાસેથી પ્રસાદી તરીકે સ્ટેશનરી મેળવીને જરૂરિયાતમંદોને વહેંચી દેવાના નવા પ્રયોગને ભક્તોએ પણ વખાણ્યો હતો.

કારેલીબાગ,સમર્થ મિત્ર મંડળનો અનોખો ગણેશોત્સવ

મંડળે ભક્તો પાસેથી પ્રસાદના બદલે સ્ટેશનરી મેળવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો