તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ૭૨૯ પૈકી ૬૫૭ છોકરીઓના હિમોગ્લોબિનમાં વધારો થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૭૨૯ પૈકી ૬૫૭ છોકરીઓના હિમોગ્લોબિનમાં વધારો થયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાજિલ્લા પંચાયતની આયુર્વેદિક શાખાએ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં એનિમિયા નિર્મૂલન પ્રોજેક્ટ હેઠળ કુલ-૭૨૯ છોકરીઓની હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા હીમોગ્લોબિનની ઊણપ નિવારવાની સારવાર શરૂ કરી હતી. જૈ પૈકી ૬૫૭ છોકરીઓના હીમોગ્લોબિનના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હોવાનું તારણ નીકળ્યું છે.

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં હીમોગ્લોબિનની ઊણપ ધરાવતી છોકરીઓનો સરવે કરાયો હતો. ત્યારબાદ હીમોગ્લોબિનની ઉણપ નિવારવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.સુધીર જોશીએ જણાવ્યું હતું કે, હીમોગ્લોબિનની ઊણપ ધરાવતી વડોદરા જિલ્લાની ૪૭૬ અને છોટાઉદેપુર જિલ્લાની ૨૫૩ છોકરીઓનો પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો હતો. હોમિયોપેથિક સારવાર પદ્ધતિથી છોકરીઓની સારવાર કરવાની શરૂઅાત કરાઇ હતી.

ત્રણ મહિનાના અંતે પ્રોજેક્ટનાં પ્રોત્સાહક પરિણામો મળ્યાં છે. ૭૨૯ છોકરીઓ પૈકી ૯૦ ટકાથી વધુ છોકરીઓમાં રક્ત અલ્પતામાં ઘટાડો અને હીમોગ્લોબિનના પ્રમાણમાં વધારો જોવા મળતાં પ્રયોગથી આયુષ ચિકિત્સા પદ્ધતિની અસરકારકતા પુરવાર થઇ છે. ડૉ.જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે, હોમિયોપેથિક ઉપચાર પદ્ધતિમાં હીમોગ્લોબિનની અછતની સારવાર ઉપલબ્ધ છે. રક્તઅલ્પતા માટે વિવિધ કારણો જવાબદાર છે. પ્રોજેક્ટ હેઠળ પ્રત્યેક છોકરીને કયા કારણસર રક્તઅલ્પતા છે તે નિર્ધારિત કરવામાં આવે છે, અને તેના આધારે સાત જેટલી હોમિયોપેથિક ઔષધિઓમાંથી અનુરૂપ ઔષધિઓનું સેવન કરાવવામાં આવે છે.

છાત્રાઓને પણ હીમોગ્લોબિન વધ્યું

વડોદરાજિ.પં.ની આયુર્વેદિક શાખાએ રાજ્યના તબીબી અને હોમિયોપેથિક પદ્ધતિ વિભાગના સહયોગથી વડોદરા શહેરની ૧૫૮ વિદ્યાર્થિનીઓને એનિમિયા ઘટાડવાના કાર્યક્રમ હેઠળ આવરી લીધી હતી. જે અંતર્ગત શહેરના વાડી-તરસાલી, સયાજીગંજ અને રાવપુરાના સરકારી હોમિયોપેથિક દવાખાનાંઓ દ્વારા ૧૫૮ વિદ્યાર્થીનીઓને કુપોષણ નિવારક હોમિયોપેથિક સારવાર અપાઇ હતી. જેના પગલે ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થિનીઓમાં હીમોગ્લોબિનના પ્રમાણમાં થી ગ્રામનો વધારો જણાયો હતો.

હોમિયોપેથિક સારવારથી પ્રમાણ વધ્યુ

વડોદરા-છોટાઉદેપુરમાં સારવાર અપાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો