તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જુનીગઢી સહિત 350થી વધુ શ્રીજીનું વિસર્જન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુનીગઢી સહિત 350થી વધુ શ્રીજીનું વિસર્જન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાશહેરમાં 117 વર્ષથી ભક્તિભાવપૂર્વક ઉજવાઇ રહેલા ગણેશોત્સવના રવિવારે 7મા દિવસે 350થી વધુ નાનીમોટી શ્રીજીની મૂર્તિઓનું ભાવસભર વિસર્જન કરાયું હતું. શહેરમાં 7 દિવસ માટે સ્થપાતી જૂનીગઢીના શ્રીજીની મૂર્તિનું પણ વિસર્જન કરવામાં આવ્યું હતું. 7 મા દિવસની શ્રીજી વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્વક પાર પડે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

શહેરના જૂનીગઢી વિસ્તારમાં સ્થપાતા શ્રીજીનું વિસર્જન સાતમા દિવસે કરવામાં આવે છે. જૂનીગઢીનો વિસ્તાર અતિસંવેદનશીલ હોઇ વિસ્તારમાંથી શ્રીજીની સવારી નિર્વિઘ્ને નીકળી શ્રીજીનું વિસર્જન શાંતિપૂર્વક પાર પડે તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉપરાંત સાતમા દિવસે શહેરના અન્ય વિસ્તારોમાં સ્થપાયેલા શ્રીજીનું પણ વિસર્જન થવાનું હોઇ રવિવારે કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે સુરસાગર તરફના સમગ્ર રૂટ પર પોલીસ, એસ.આર.પી. અને આર.એ.એફ.ના જવાનો તહેનાત કરી દેવાયા હતા.

સુરસાગર તળાવ ઉપરાંત સમા, બાપોદ અને ગોરવા તળાવોમાં ભાવસભર ભગવાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરીને ભગવાનને વિદાય આપી હતી. ગણપતિ બાપા મોરિયા અને અગલે બરસ તું જલ્દી આના નારા અને ડીજેના તાલ વચ્ચે સવારીઓ નિકળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો