• Gujarati News
  • National
  • ફાઇન આર્ટસ દ્વારા નવા ટર્મિનલ માટે આર્ટ વર્ક તૈયાર કરાશે

ફાઇન આર્ટસ દ્વારા નવા ટર્મિનલ માટે આર્ટ વર્ક તૈયાર કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાયપુર અને શ્રીનગર : રાયપુર એરપોર્ટ પર શહેરના સિનિયર સ્કલ્પટર શિવકુમાર વર્મા દ્વારા તૈયાર કરાયેલ હ્યુમનના સ્કલ્પચર્સનું એક ઇનસ્ટોલેશન વર્ક છે. ડોકરા કાસ્ટીંગ માટે જાણીતા શિવકુમાર વર્માનું સ્કલ્પચર વિશાળ જગ્યામાં રાયપુર એરપોર્ટ પર મુકાયું છે.

મુંબઇ ટી-2 ટર્મીનલ : મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મીનલ ટી-2માં દેશની સૌથી લાંબી પબ્લીક આર્ટ ગેલેરી તૈયાર કરાઇ છે. જેમાં ગુલામ મહંમદ શેખ, નિલિમા શેખ, સુરેન્દ્રન નાયર, સુરેશન, બી.વી. સહિતના આર્ટિસ્ટના આર્ટ વર્કસ મૂકાયા છે.

વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટર પર જો ફાઇન આર્ટ્સના આર્ટિસ્ટ્સ શિક્ષકો અને સ્ટુડન્ટ્સ દ્વારા તૈયાર કરાયેલા આર્ટ વર્ક્સ મુકવામાં આવશે તો મ્યુરલ્સ અને સ્કલ્પચર્સ તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે. દેશના વિવિધ એરપોર્ટ પર તૈયાર થતા આર્ટ વર્ક્સમા મ્યુરલનું પ્રમાણ વધારે છે.

એરપોર્ટ ઓથોરીટી દ્વારા ફેકલ્ટીને આર્ટ વર્ક્સ તૈયાર કરવા માટેની પ્રપોઝલ મળી છે. પ્રપોઝલને યુનિવર્સિટીમાં મોકલી આપી છે જેની પરમીશન મળ્યા બાદ આગળનું આયોજન કરાશે . } પ્રૉ.સંજય જૈન, ડીન ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સ

ટર્મીનલમાં એમ.એસ.યુનિ.દ્વારા આર્ટ વર્ક્સ તૈયાર કરવા માટેની પ્રપોઝલ એરપોર્ટ ઓથોરીટીએ મોકલાવી છે. ડોદરા શહેરની કલાનગરીની ઓળખ પ્રસ્તુત થાય તે પ્રકારના આર્ટ વર્ક્સ તૈયાર શે. } રંજન બેન ભટ્ટ, સાંસદ

સિટી રિપોર્ટર @cbvadodara



શહેરમાંતૈયાર થઇ રહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મીનલનું આગામી દિવસોમાં ઇનૉગ્રેશન થવાનું છે ત્યારે એરપોર્ટમાં અધતન સુવિધાઓ સાથે કલાનગરીની ઓળખ સમાન આર્ટનો પણ સમાવેશ કરવામાં આવશે.એરપોર્ટના નવા ટર્મીનલમાં દેશના અન્ય એરપોર્ટ્સની જેમ આર્ટ વર્ક્સ મુકવામાં આવશે.

આર્ટ વર્ક્સ તૈયાર કરવા માટે તાજેતરમાં એરપોર્ટના નિર્માણની ઓથોરીટીના માધ્યમથી ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં પ્રપૉઝલ મુકવામાં આવી છે. દેશ અને વિદેશમાં જાણીતી એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સના સિનિયર ટીચર્સ અને સ્ટુડન્ટ્સ દ્વારા એરપોર્ટમાં કલાનગરીની ઓળખને રિફલેક્ટ કરે તે પ્રકારના આર્ટ વર્ક તૈયાર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. પ્રપોઝલ આગામી દિવસોમાં ફાઇનલ થયા બાદ એરપોર્ટના ટર્મીનલ પર કેટલાક સ્પોટ્સ પર આર્ટ વર્ક તૈયાર કરવામાં આવશે. શહેરમાં નેશનલ અને ઇન્ટરનેશલન આર્ટિસ્ટ્સ વસે છે જેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા મ્યુરલ્સ, સ્કલ્પચર્સ અને પેઇન્ટિંગ્સથી લઇને ઇનસ્ટૉલેશન દેશમાં વિવિધ એરપોર્ટ પર અગાઉ મુકવામાં આવ્યા છે ત્યારે શહેરના એરપોર્ટ પર સ્થાનીક આર્ટિસ્ટ્સના આર્ટ વર્ક્સ મુકવામાં આવે તેવુ આયોજન થઇ રહ્યું છે. જોકે પ્લાનીંગ હજુ પ્રાઇમરી સ્ટેજમાં છે જેમાં કેટલાક આર્ટ વર્ક્સ અને ક્યા પ્રકારના આર્ટ વર્ક્સ તૈયાર થશે તે આગામી દિવસોમાં નક્કી થશે.

ANCHOR

અન્ય સમાચારો પણ છે...