• Gujarati News
  • National
  • આજવામાં રાજ્યનું પ્રથમ ડિયર સફારી પાર્ક બનાવાશે

આજવામાં રાજ્યનું પ્રથમ ડિયર સફારી પાર્ક બનાવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સફારી પાર્ક અે અને ડિયર પાર્કનો માસ્ટસ પ્લાન આપીને કમીટી પાસે એપ્રુવલ માંગવાની પ્રોસીજર કરાશે. પાણીનો ભય છે જેને સેકન્ડ લેયર ચેનલ દ્વારા ડાયવર્ટ કરી શકાય છે. } એચ.એસ.પટેલ, મ્યુ.કમિશનર

વડોદરાને હરીયાળુ બનાવવા માટે મેસીવ પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે.ફન સ્ટ્રીટમાં પ્લાન્ટેશનનો એક સ્ટોલ ઉભો કરાશે જ્યા પ્લાન્ટ્સ માટેનું રજિસ્ટ્રેશન કરાવી શકાશે. } ભરત ડાંગર, મેયર

આજવા નેચર પાર્કના ત્રીજા ભાના વિસ્તારમાં કુદરતી વનસ્પતિ અને લેન્ડસ્કેપીંગ છે ત્યા અમુક ઓસ્ટ્રેલીયન સ્પીસીસનો ઉમેરો થઇ શકે છે.એકંદરે આજવા નેચર પાર્કને વર્લ્ડ ટ્રોપીકલ સફારી તરીકે વિકસાવી શકાય જેમ સહેલાણીઓને દક્ષિણ પુર્વ એશિયા અને ઓસ્ટ્રેલીયા પ્રાણી પક્ષીઓની ઝાંખી કુદરતી આવસામાં જોવા મળશે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા 30મી સપ્ટેમ્બર સુધી મેગા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે. ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ અંતર્ગત પ્રથમ વરસાદ બાદ કોર્પોરેશન દ્વારા શહેરીજનોના ઘર, ઓફીસ, સંસ્થા,ઓ સ્કૂલ, કોલેજ, ઉઘોગો, એન.જી.ઓ સામાજીક, સમુહો, ક્લબ સોસાયટીના સહકારથી પ્લાન્ટેશન કરાશે. સ્કિમ અંતર્ગત મોબાઇલ નંબર પરથી એસ.એમ.એસ. કરીને અને ટોલ ફ્રી નંબર પરથી કોલ કરીને પ્લાન્ટ્સ મેળવી શકાશે.1800 2330 265 ટોલ ફ્રી નંબરથી કોલ કરીને પ્લાન્ટ્સ મેળવવાની વિગતો મળશે.

સિટી રિપોર્ટર @cbvadodara



શહેરનીનજીક આજવા પાસે સફારી નેચર પાર્ક તૈયાર થાય તેવા હેતુથી કોર્પોરેશન દ્વારા 65000 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતુ. વૃક્ષોના વિસ્તારને બાઉન્ડ્રી વોલથી કવર કરીને તેને નેચર પાર્ક સમાન તૈયાર કરવામાં આવ્યો છે. વિસ્તારમાં આગામી દિવસોમાં કોર્પોરેશન રાજ્યનો પ્રથમ ડિયર સફારી પાર્ક તૈયાર કરવાની કવાયત કરી રહ્યું છે.

રાજ્યમાં કોઇ પણ વિસ્તારમાં ડિયર પાર્ક નથી ત્યારે કમાટી બાગના ઝૂનના સરપ્લસ ડિયરને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીના સૂચન મુજબ આજવા ખસેડવામાં આવશે. શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં આજવામાં સફારી પાર્ક, બાયોલોજીકલ પાર્ક, નેચર પાર્ક તૈયાર કરવાના આયોજનની જાહેરાત કરાઇ હતી. પ્રેસ કોન્ફરન્સમાં મેયર ભરત ડાંગર, મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલે સફારી પાર્ક ઉપરાંત વર્ષ 2016-17માં કોર્પોરેશન દ્વારા હાથ ધરનાર મેગા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ અને રવિવારે સવારથી શરૂ થનાર ફન સ્ટ્રીટની માહિતી આપવામાં આવી હતી. સેન્ટ્રલ ઝુ ઓથોરીટીના અધિકારીઓએ જ્યારે સફારી પાર્કની મુલાકાત લીધી હતી. ત્યારે તેઓએ સુચન કરેલ હતુ કે આજવાનો વિસ્તાર જોઇે અહી એક નહી પરંતુ બે પાર્ક બની શકે છે તેવુ જણાવ્યુ હતુ. આજવા નેચર પાર્કનો એક ભાગનો વિસ્તાર ધાસીઆ મેદાન અને ટૂંકા દેશી બા‌વળનો હોઇ આફ્રીકન સવાાનું ચિત્ર ઉભુ કરે છે ત્યારે ભવિષ્યમાં અમુક આફ્રીકન સફારી પણ વિકસાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...