સિટી રિપોર્ટર|વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર|વડોદરા

શહેરના કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે છેલ્લાં પાંચ વર્ષ કરતાં વધુ સમયથી રહેલા એસ.ટી.બસ સ્ટેન્ડને પરવાનગી આપવામાં આવી ના હોવાનું કોર્પોરેશનના જમીન મિલકત શાખાના આસિ.કોમર્શિયલ ઓફિસરે એક આરટીઆઇના આપેલા જવાબમાં જણાવ્યું છે. આરટીઆઇના જવાબનો સ્પષ્ટ અર્થ થાય છે કે અમિતનગર બસ સ્ટેન્ડ ગેરકાયદેસર જ ચાલતું હતું. અત્યાર સુધી જમીન મિલકત શાખાની પરવાનગી વગર જ ચાલતા અમિતનગર બસ સ્ટેન્ડને હવે અકસ્માતમાં બાળકના મૃત્યુની ઘટના બાદ તાબડતોબ હટાવવાની તજવીજ શરૂ કરાઇ છે.

કોર્પોરેશનની જમીન મિલકત શાખામાં આસિ.કોમર્શિયલ ઓફિસર અને જાહેર માહિતી અધિકારી સમક્ષ આરટીઆઇ કરાઇ હતી કે અમિતનગર પાસેના બસ સ્ટેન્ડની પરવાનગી અપાઇ છે કે કેમ? આસિ.કોમર્શિયલ ઓફિસરે અંબાલાલા પરમારે કરેલી આરટીઆઇનો જવાબ આપ્યો હતો કે આ બસ સ્ટેન્ડની પરવાનગી જમીન મિલકત શાખાએ આપી નથી.

અન્ય સમાચારો પણ છે...