• Gujarati News
  • National
  • બેંકો સાથેના કૌભાંડ બાદ સિંગાપુરની કંપની VSEના શેર ખરીદવા માટે જ રોકાણ કરવાની છે?

બેંકો સાથેના કૌભાંડ બાદ સિંગાપુરની કંપની VSEના શેર ખરીદવા માટે જ રોકાણ કરવાની છે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા સ્ટોક એક્સચેન્જ લિમિટેડના 51 ટકા શેરો ખરીદવા માટે સિંગાપુરની કંપનીએ રસ દાખવ્યા બાદ શરૂ થયેલી પ્રક્રિયા વચ્ચે જ બેંકો સાથે થયેલી નાણાકીય ઉચાપતના વિવાદ બાદ આરબીઆઇએ નવી બહાર પાડેલી ગાઇડલાઇન હેઠળ વીએસઇ બોર્ડ અને સિંગાપુરની કંપનીએ નવાં કમ્પ્લાયન્સને પૂર્ણ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાની વિગતો બહાર આવી છે.વડોદરા સ્ટોક એક્સચેન્જ લિમિટેડના બ્રોકરો અને ઇન્વેસ્ટરો વચ્ચે કંપની લો ટ્રિબ્યુનલમાં છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી કેસ ચાલે છે. ગત 20મી ફેબ્રુઆરીના રોજ કેસનું હીયરિંગ હતું. જોકે બે બેંચના જજ પૈકી એક જજની ટ્રાન્સફર અન્યત્ર થઇ હોઇ કેસનું હીયરિંગ 16મી માર્ચ પર લંબાવવામાં આવ્યું હતું. હવે 16મી માર્ચે હાથ ધરાનાર હીયરિંગ પૂર્વે જ વીએસઇ બોર્ડ અને સિંગાપુરની નાણાકીય સંસ્થાએ 51 ટકાના શેરો ખરીદવાની શરૂ કરેલી કાર્યવાહી વચ્ચે જ કેન્દ્રની નાણાકીય સંસ્થાએ રોકાણને લઇને નવી બહાર પાડેલી ગાઇડ લાઇન હેઠળ પૂર્તતા કરવા માટે સૂચના આપતાં જ વીએસઇ બોર્ડે સિંગાપુરની નાણાકીય સંસ્થાને સાથે રાખીને નવાં કમ્પ્લાયન્સને પૂર્ણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વીએસઇ બોર્ડે જણાવ્યું હતું કે,હાલમાં બેંકો સાથે થયેલી ઉચાપત બાદ કેન્દ્ર સરકારે નવી નાણાકીય સંસ્થાઓ કે જેઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે અને તેમનો ઉદ્દેશ શું છે, તેની વિગતો માંગી છે. વીએસઇ બોર્ડ પાસેથી સિંગાપુરની કંપની કે જે 51 ટકા શેરો ખરીદવા માંગે છે તે ખરેખર શેર ખરીદવા પાછળ જ રોકાણ કરે છે ને ω તેઓ કોઇ પ્રોપર્ટી તો ખરીદતાં નથી ને ω જેવી માહિતી માંગી હતી.

અન્ય સમાચારો પણ છે...