• Gujarati News
  • National
  • વડોદરાના શિવમ જેઠુડી તરણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે

વડોદરાના શિવમ જેઠુડી તરણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળના દરિયા માં સ્પોર્ટસ યુથ અેન્ડ કલ્ચરલ અેકટીવીટી,ડિપાર્ટમેન્ટ ગુજરાત દ્વારા 30 મો વીર સાવરકર સી સ્વીમીંગ કોમ્પીટીશન 2018 નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં 35 કિમીની દરિયાઇ સ્વીમીંગમાં મુળ અમદાવાદ નો અને છેલ્લા ત્રણ વર્ષથી વડોદરામાં રહીને સી કોમ્પીટીશન માટે તૈયારી કરી રહેલ શિવમ જેઠુડી એ પહેલો નંબર હાંસલ કર્યો હતો.શિવમના કોચ વિક્કી ચૌહાણે વધુમાં જણાવ્યુ હતુ કે આ કોમ્પીટીશન સવારે 7-30 વાગ્યે શરૂ કરવામાં આવતી હોય છે જે 5 વાગ્યે પુરી થતી હોય છે.શિવમે આ કોમ્પીટીશન સાડા પાંચ કલાકમાં જ પુરી કરી હતી.શિવમ સાથે અન્ય ચાર સ્પર્ધકોએ પણ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો.તમામ સ્પર્ધકોઅે આખીય સ્પર્ધા પુર્ણ કરી હતી.

આ કોમ્પીટીશન માં સ્પર્ધકો ની સાથે એક બોટ પણ ચાલતી હોય છે.જેમાં એક લાઇફ ગાર્ડ અને એક કોચ હાજર હોય છે. જે સ્પર્ધકને પીવાના પાણી સહિતની સુવીધાઓ પુરી પાડતી હોય છે.શિવમ અગાઉ ખેલે ઇન્ડીયામાં પણ ભાગ લઇ ચુક્યો છે.