તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • } અશ્વિન ગાંધીએ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને સંબોધ્યા હતા.

} અશ્વિન ગાંધીએ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને સંબોધ્યા હતા.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} અશ્વિન ગાંધીએ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને સંબોધ્યા હતા.

સી.આઇ.આઇ.ના એક્સિલન્સી ફૉર સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા ‘રિસ્પોન્સિબલ બિસનેસ પ્રેક્ટિસિસ’ વિશે સેમિનાર યોજાયો. સેન્ટ્રલ ગુજરાત ઝોનલ કાઉન્સિલના ચેરમેન અશ્વિન ગાંધી , પાસ્ટ ચેરમેન મૌલિક મહેતા ઉપસ્થિત રહ્યાં હતા.

વ્યક્તિના એથિક્સ સમગ્ર બિઝનેસનાં મૂલ્યોને અસર કરે છે : અશ્વિન ગાંધી

સિટી રિપોર્ટર @cbvadodaraકન્ફડરેશનઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિસ (સી.આઇ.આઇ)ના એક્સિલન્સી ફૉર સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા ‘રિસ્પૉન્સિબલ બિસનેસ પ્રેક્ટિસિસ ઇન ઇન્ડિયન કૉર્પોરેટ્સ વિશે સેમિનારનું આયોજન કરવામં આવ્યું હતું. સેમિનારમાં સી.આઇ.આઇ-ના સેન્ટ્રલ ગુજરાત ઝોનલ કાઉન્સિલના ચેરમેન અશ્વિન ગાંધી , પાસ્ટ ચેરમેન મૌલિક મેહતા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. સેમિનારમાં કૉર્પોરેટ ગવર્નન્સના સ્ટ્રકચરમાં આવતાં ફેરફારો અને તેની અસરો, બિઝનેસ કરતાં લોકોના એથિક્સ અને તેની અસરો વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઇન્ડિયન કાર્પોરેટ સેક્ટરમાં મહત્ત્વની વાત બની છે તેવું મોટાભાગના સ્પીકર્સે જણાવ્યું હતું. પ્રસંગે અશ્વિન ગાંધીએ જણાવ્યું હતું કે,‘ વ્યક્તિના એથિક્સ બિઝનેસના મૂલ્યો પર અસર કરે છે. જેની અસર કાૅર્પોરેટ ગવર્નન્સ પર થતાં તેની અસર ઇકોનોમી પણ થતી હોય છે. તેથી કંપનીઓના જે સર્વોચ્ય લિડર્સ છે તેમણે સ્ટેક હૉલ્ડર્સનો વિશ્વાસ જીતવો જોઇએ. ભારતીય કંપનીઓ પોતાની પ્રૉડક્ટ્સનું વર્લ્ડ ક્લાસ લેવલ જાળવ્યું છે પણ હજીય કરપ્શન જેવી અડચણો આજે પણ તેને છે.’ અન્ય મહાનુભાવો પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આજનો માહોલ જોતાં પોતાની કંપનીમાં રહેલો ભ્રષ્ટાચાર દરેક કંપનીઓના એજન્ડા પર મુખ્ય બાબત હોવી જોઇએ. જેને કારણે હકારાત્મક બદલાવ આવશે અને સમાજ પર પણ તેની સારી અસર થશે. જોકે આવી બાબતો કેટલાક દિવસો કે મહિનાઓમાં બદલી શકાય નહીં. એક લાંબી પ્રક્રિયા છે. કાર્યક્રમમાં વડોદરા અને તેની આસપાસના એન્જિનિયરિંગ, કેમિકલ, મેન્યૂફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટ્રેડિંગ જેવા વિવિધ ક્ષેત્રના ઑનર્સ અને સી.આઇ.આઇ.ના મેમ્બર્સ સહિત ઉદ્યોગો સાથે સંકળાયેલા અનેક લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...