તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પરિણીતા પર હુમલો કરી ~25000 લૂંટી લેનારની ધરપકડ

પરિણીતા પર હુમલો કરી ~25000 લૂંટી લેનારની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમતાવિસ્તારમાં રહેતી પરિણીતા મહિલાએ સંબંધ રાખવાનો ઇનકાર કરતાં ઘરમાં ઘૂસી માર મારી સોનાની ચેઇન, મોબાઇલ અને રોકડ મળી રૂપિયા 25000 ની લૂંટ ચલાવનાર વોન્ટેડ પ્રેમીને લક્ષ્મીપુરા પોલીસે 6 મહિના બાદ ઝડપી પાડી તપાસ અર્થે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

સમતા વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીત મહિલાને રાજુ સાથે પ્રેમસંબંધ હતો. જોકે, મહિલા તેની સાથે સંબંધ નહિ રાખવા માગતી હોઈ તેનો નંબર બ્લેક લિસ્ટમાં મૂકી દીધો હતો. તેના કારણે રાજુ તેના પર ઉશ્કેરાયો હતો. ગત તા. 22 ઓગસ્ટે બપોરે રાજુ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. સંબંધ રાખવા મુદ્દે ઝઘડો કરી માથાના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. મહિલાએ ગળામાં પહેરેલી 1 તોલાની સોનાની ચેઇન, મોબાઇલ અને પર્સમાં મૂકેલા રોકડા મળી ~25000 ની લૂંટ ચલાવી રાજુ ફરાર થયો હતો. મહિલાએ લક્ષ્મીપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કોલ ડીટેઇલ્સના આધારે આરોપી રાજુનું આખું નામ રાજેશ ઉર્ફે રાજુ પરમાર રહે. વણકર વાસ, સાણંદ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. દરમિયાન અારોપી મળી આવતાં કોર્ટમાંથી 7 ડિસે. 2015ના રોજ કલમ 70 મુજબનું વોરંટ મેળવાયું હતું. આરોપી અમદાવાદ રહેતો હોવાનું તપાસમાં બહાર આવતાં ગુરુવારે તેની ધરપકડ કરી શુક્રવારે કોર્ટમાં રજૂ કરાયો હતો. લૂંટનો મુદ્દામાલ કબજે કરવા કોર્ટે તેના 2 દિ’ના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...