તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડુંગરવાડીની બાંધકામની શૈલી વિશિષ્ટ હોય છે

ડુંગરવાડીની બાંધકામની શૈલી વિશિષ્ટ હોય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીધો લુપ્ત થઈ જતાં પારસીઅોની ડુંગરવાડીમાં અરીસા લગાવાયા

શહેરના પારસી અગ્રણી નિકિતન કોન્ટ્રાક્ટર વિશે કહે છે કે, અરિસા મૂકવા પાછળનું એક કારણ પણ છે કે, અરિસામાં પોતાનું પ્રતિબિંબ જોઇને પક્ષીઓ આકર્ષાય છે અને ત્યાં રહીને મૃતદેહનો ઝડપી નિકાલ કરે. વડોદરાની ડુંગરવાડીમાં દર વર્ષે 20થી 30 પારસી મૃતદેહોનો રીતે નિકાલ કરવામાં આવે છે. વડોદરા ઉપરાંત ગોધરા, દાહોદ અને આણંદમાં રહેતા પારસીઓ પણ પોતાના પરિવારજનોના મૃતદેહોનો નિકાલ કરવા વડોદરાની ડુંગરવાડીમાં આવે છે. હાલમાં વડોદરામાં પારસીઓના 200 પરિવારોમાં એક હજાર લોકોની વસ્તી છે. માનવ શરીર મૃત્યુ પછી પણ કુદરતના પક્ષીઓને ઉપયોગી થાય તે હેતુથી રીતે શબનો નિકાલ કરવામાં આવે છે. અગાઉ ગીધની વસ્તી વધુ હતી ત્યારે મૃતદેહનો નિકાલ કરવો સરળ બનતો હતો. હવે ગીધોની વસ્તી ઓછી થવાથી તેના નિકાલમાં મુશ્કેલી અનુભવાય છે.

ડુંગરવાડીને ટાવર ઓફ સાયલન્સ કે દોખ્મા પણ કહેવાય છે. પારસી શાસ્ત્રોના લખાણોમાં જણાવ્યા મુજબ વ્યક્તિના મોત બાદ તેમાં શેતાનનો આત્મા ઘૂસી જાય છે અને તેને કારણે શબના સંપર્કમાં આવતી દરેક ચીજને તે દુષિત કરે છે. તેથી પણ રીતે નિકાલ કરવામાં આવતો હોવાનું માનવામાં આવે છે. હાલમાં શહેરમાં ગીધો લુપ્ત થઈ ચૂક્યા છે.

^ વન વિભાગે બે વર્ષ પહેલા વડોદરા શહેરમાં ગીધોની સંખ્યા જાણવા માટે ગણતરી હાથ ધરી હતી. જેમાં વન વિભાગના કર્મચારીઓ, ખાનગી પ્રાણી પ્રેમી સંસ્થાઓના કાર્યકરો અને વાઈલાઈફ ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો. પરંતુ, આશ્ચર્યની વાત છે કે, ગણતરી દરમિયાન વડોદરા શહેરમાં એકપણ ગીધ જોવા મળ્યુ હતુ. > મનોજઠાકર, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર

શહેરમાં અેક પણ ગીધ નથી

ફાઈલ તસવીર

પરિવારો હાલ શહેરમાં વસે છે

200

મૃતદેહોનો વર્ષે નિકાલ કરાય છે

30

વડોદરાની ડુંગરવાડીમાં શહેર - િજલ્લા ઉપરાંત ગોધરા, દાહોદ, અાણંદ િજલ્લાના પારસીઅોના મૃતદેહો મુકાય છે

પારસીઅોને મૃતદેહના નિકાલની પદ્ધતિ બદલવી પડી

સામાન્ય રીતે ડુંગરવાડી શહેરની માનવવસ્તીથી દૂર રાખવામાં આવે છે. વડોદાની ડુંગરવાડી દોઢસોથી વધુ વર્ષ જૂની માનવામાં આવે છે. ડુંગરવાડીમાં એક છત હોય છે જેની ફરતેની જગ્યા તેનાથી સહેજ ઊંચી હોય છે. જેને કૂવો કહેવાય છે રચનામાં ત્રણ વર્તુળ હોય છે. સૌથી બહારના વર્તુળમાં પુરુષના શબ, વચ્ચેના વર્તુળમાં મહિલાના અને સૌથી વચ્ચેના ભાગમાં બાળકોના મૃતદેહ મુકવામાં આવે છે. શબનો નિકાલ કરનાર વ્યક્તિને અંજુમન કહેવાય છે જે માત્ર પારસી સમુદાયના લોકો હોય છે. અંજુમન મૃતદેહને ગોઠવવાની વિધિનો કોઇ ચાર્જ લેતા નથી.એ જમાનામાં જગ્યા માનવવસ્તીથી દૂર હતી. હાલમાં પણ આસપાસ નહીંંવત માનવ વસવાટ છે.

અન્ય સમાચારો પણ છે...